ચીખલીના સરૈયા ગામમાંથી દીપડો પાંજરે પૂરાયો

ચીખલી તાલુકાના સરૈયા ગામેથી બે વર્ષીય દીપડો પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજે લઇ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ સરૈયા ગામના ઝાડી ફળિયા વિસ્તારમાં દીપડો જાહેરમાં અવર – જવર કરતો હોવાનું નજરે ચઢતા વન વિભાગ દ્વારા શુક્રવારના રોજ ઝાડી ફળિયામાં ઇશાલ કરીમભાઇ દિવાનના ઘરની નજીક પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજે સવારના સમયે આશરે બે વર્ષની આસપાસનો દીપડો પાંજરે પુરાતા દીપડાને નિહાળવા આસપાસના લોકો આવ્યા હતા. જોકે વનવિભાગ દ્વારા દીપડાનો કબજો લઇ જંગલમાં સુરક્ષિત રીતે છોડવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *