રાજ્યના 20 શહેરોમાં 30 એપ્રિલ સુધી રાત્રે 8 થી સવારના 6 સુધી કર્ફ્યુ

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર થઈ જતાં આખરે રાજ્ય સરકારે બુધવારે મધરાતથી અમલી બને તે રીતે રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુનો નિર્ણય જાહેર કર્યો છે. આમ, હવે લગભગ આખા ગુજરાતના શહેરી વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ લાગી કરી દેવાયો છે. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી. પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતા આ દિવસો જોવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *