નેશનલ હાઇવે નં. 48 ઉપર ખારેલ ઓવરબ્રીજ પાસેથી ગણદેવી પોલીસે બાતમીના આધારે ૨૫ હજારના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો હતો. જ્યારે દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ખારેલ ઓવરબ્રીજ પાસેથી એક સિલ્વર રંગની ટોયોટા ઇનોવા કાર (નં. જીજે-15-બીબી-1910) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 25,600 રૂપિયાની વિદેશી દારૂની 32 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે નવસારીના કબીલપોર જામપીર દરગાહની બાજુમાં હરીનગર સોસાયટીમાં રહેતા નીતીનભાઇ રતિલાલ ટેલરને ઝડપી પાડયો હતો. પોલીસે નીતીનભાઇની પુછપરછ કરતા નવસારી સીંધીકેમ્પમાં રહેતા મનોહરભાઇ ઉર્ફે મનુભાઇ સાવલદાસ કંજાણીએ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે મનોહરભાઇ ઉર્ફે મનુભાઇને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ધટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 5 લાખની કાર અને 5 હજાર રૂપિયાનો મોબાઇલ મળી કુલ્લે 5,30,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
Related Articles
ગણદેવી રેલવે અંડર પાસમાં બસ ફસાઇ
બીલીમોરા સહિત તાલુકાને વરસાદ ઘમરોડી રહ્યો છે. સોમવાર સાંજે 6 કલાકે વિતેલા 24 કલાકમાં તાલુકામાં 75 મીમી (3 ઇંચ) વરસાદ પડ્યો હતો. રાત્રે 10 થી 12 વચ્ચે 60 મીમી વરસાદી આભ ફાટતા ગણેશ મંડપમાં ધમાચકડી મચી હતી. ગણદેવી પનિહારી નદી નજીક રેલવે અંડર પાસમાં સુરત-બીલીમોરા બસ ફસાતા ટોઇંગ કરી બહાર કઢાતા મુસાફરોનાં જીવમાં જીવ આવ્યો […]
બીલીમોરામાંથી દારૂની કાર સાથે મહિલા ઝડપાઇ
નવસારી એલ.સી.બી. પોલીસે બીલીમોરા (BILIMORA) ગાયકવાડ મીલચાલ પાસેથી 30 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે કાર ચાલક અને દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસને શંકા જતા એક વેગેનાર કાર નં. જીજે 15 ડીડી 1628 ઉભી રાખવાની કોશિશ કરી હતી. […]
નવસારીમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવસારી તાલુકામાં 3 ઈંચ વરસાદ સિવાય અન્ય જિલ્લા-તાલુકામાં વરસાદના ઝાપટા પડ્યા હતા. જેમાં નવસારી જિલ્લામાં સોમવારે બપોર સુધી વાતાવરણ ખુલ્લું હતું. જોકે બપોરે વાતાવરણમાં એકાએક પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. અને વરસાદે ૨ કલાક ધુંઆધાર બેટિંગ કરી હતી. જેમાં બપોરે ૨ થી ૪ વાગ્યે સુધી ૨ કલાકમાં નવસારીમાં […]