15 વર્ષ જૂના અનફિટ વાહનો ભંગારવાડામાં મોકલી અપાશે

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(NARENDRAMODI)એ આજે શુક્રવારે એક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક વીડિયો કોન્ફોરન્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે, 15 વર્ષ જૂના વાહનોમાટેની નવી સ્ક્રેપ પોલીસી ઓક્ટોબર મહિનાથી લાગુ થઇ જશે. તેમણે સ્ક્રેપ(SCRAP) પોલીસીની માહિતી આપતા જણાવ્યું હતું કે, જે વાહનચાલક તેમના જૂના વાહનો ભંગારમાં આપશે તેમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. જેના આધારે આ વ્યક્તિ નવું વાહન ખરીદશે તો તેણે રજિસ્ટ્રેશન ચાર્જ ભરવો નહીં પડે એટલું જ નહીં પરંતુ તેને રોડટેક્સમાં પણ લાભ આપવામાં આવશે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા ભાવનગર શહેરના અલંગબ્રેકિંગ યાર્ડ ખાતે ભારતનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કચ્છમાં પણ જૂના વાહનો માટે ભંગારવાડો તૈયાર કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશને આત્મનિર્ભરતા તરફ લઇ જવા માટેઆ એક મહત્વનું પગલું સાબિત થશે. આ પોલીસીના કારણે ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગને નવી ઓળખ મળશે. હાલના સમયની માગ પ્રમાણે જ સ્ક્રેપિંગ પોલીસી(POLICY)ની જાહેરાત કરવામાં આવી છે.

આગામી24 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે અને તેમાં આ પોલીસીના કારણે 11000 કરોડથી પણ વધુ રોકાણ આવે તેવી શક્યતા છે. આ પોલીસીના કારણે દેશના આર્થિક વિકાસને તો વેગ મળશે જ પરંતુ સાથેસાથે પર્યાવરણ માટે પણ આ નિર્ણય દિશાસૂચક સાબિત થશે. આ નવી નિતીના કારણે કોમન પીપલ પર સૌથી વધુ સારી અસર થશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે. જૂના વાહનોના કારણે પ્રદુષણ વધારે ફેલાઇ છે અનેરસ્તાની સલામતિનો પણ પ્રશ્ન ઉભો થાય છે. હાલમાં જાપાન અને બેલ્જિયમ જેવા દેશમાં સ્ક્રેપ પોલીસી અમલમાં છે. આ નવી નિતીના કારમે દેશમાં રોજગારીનું પ્રમાણ પણ વધે તેવી સંભાવના છે. જૂના વાહનો અંગેથયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આવા વાહનો ભંગારવાડામાં જવાના કારણે અને નવા વાહનો આવવાથી 2500 કરોડ જેટલા રૂપિયાનું પેટ્રોલ(PETROL) ડિઝલ બચી શકે તેમ છે અને આવા વાહનોનાભંગારમાંથી જે સ્ટીલ મળશે તેની કિંમત આશરે 6500 કરોડ જેટલી થવા જાય છે. જો આવું થશે તો વિદેશથી સ્ક્રેપ મંગાવવો નહીં પડે તેના કારણે ગાડીઓની કિંમતમાં પણ ઘટાડો થવાની પ્રબળ સંભાવના છે.

હાલમાં પણદેશમાં ભંગાર નીકળે છે પરંતુ તેને બજારમાં મૂકવા માટે કોઇ જ સંગઠીત વ્યવસ્થા નથી. એવું પણ માનવામાં આવે છે કે, હાલમાં જે રીતે ભંગાર કાઢવામાં આવે છે તેનો ઉપયોગ નવા વાહનોમાં થઇ શકતો નથી. જોઆધુનિક પદ્ધતિથી સ્ક્રેપ કાઢવામાં આવે તો તેનો ઉપયોગ નવા વાહનોની બનાવટમાં થઇ શકે તેમ છે આ ઉપરાંત સ્ટીલ(STEEL) કંપનીઓને પણ ભારતમાં જ સસ્તો ભંગાર મળી શકશે તે પણ એક મહત્વનો ફાયદોમાનવામાં આવે છે. જો કે, આ પોલીસી જાહેર થતાં જ જૂના વાહનો હવે અનફિટ હશે તો ફરજિયાત ભંગારમાં મોકલી આપવામાં આવશે જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને અસર પહોંચી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *