ધરમપુર કોંગ્રેસની ટીડીઓને રજૂઆત

ધરમપુર તાલુકા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં કોઞેસના સભ્યોના મત વિસ્તારમાં એકપણ વિકાસના કામો ન ફાળવતા આજરોજ ધરમપુર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા બાલુ સિધા તથા રેખા પટેલ, ધીરુ ઞાવિત સહિત કોંગ્રેસના છ જેટલા સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી એચ.આર. પટેલને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં કોંગ્રેસના સભ્યોએ પોતાના વિસ્તારમાં એકપણ વિકાસના કામોની ફાળવણી ન કરતા વિરોધપક્ષના સભ્યોએ 5 દિવસમાં કામોની ફાળવણી ન કરાશે, તો તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના વિસ્તારના સભ્યો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં આમરણાંત ઉપવાસ પર બેસી જલદ આંદોલન કરવાની ચીમકી આપતા રાજકીય ક્ષેત્રે ખળબળાટ મચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *