વલસાડમાં ગણેશ ચતુર્થીના દિવસે એક ઘરમાં એક સાથે 15 જેટલા બ્રહ્મકમળ ખીલેલાં જોવા મળ્યા છે. વલસાડના શ્રોફ ચાલના નાકે આવેલા પુષ્પક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.101 માં રહેતા નિવૃત શિક્ષક અમૃતભાઈ રોણવેલિયા તથા શિક્ષિકા કુમુદબેન રોણવેલિયાના ઘરની બાલ્કનીમાં કુંડામાં ઉગાડવામાં આવેલા બ્રહ્મકમળનાં છોડ ઉપર એક સાથે 15 જેટલા ફૂલો ખીલવા પામ્યા હતા. જે ફૂલોના દર્શન અને તેને નિહાળવા માટે આસપાસના રહીશો રાત્રે જોવા અર્થે આવ્યા હતા. બે દિવસ અગાઉ આજ છોડ પર 4 ફૂલ પણ ખીલ્યા હતા. કહેવાય છે કે, બ્રહ્મ કમળને સ્વયં સૃષ્ટિના રચયિતા બ્રહ્માનું ફૂલ માનવામાં આવે છે. જ્યારે હિમાલયની ઊંચાઈ પર જોવા મળતા આ ફૂલનું પૌરાણિક મહત્વ પણ ઘણું છે. સાથે એવું પણ માનવામાં આવે છે કે, આ ફૂલ પૂર્ણરૂપથી ખીલ્યા બાદ તેના દર્શન માત્રથી મનુષ્યોની દરેક ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે.
Related Articles
વલસાડના ડુંગરીમાં 900 આદિવાસીનું રસીકરણ
વલસાડ તાલુકાનાં ડુંગરી ગામમાં સતત ચાર દિવસ સુધી આદિવાસી સમાજના લોકોને કોરોના સામે રક્ષણ આપતી કોવિડ-૧૯ વેક્સિન મુકાવવા સામાજિક કાર્યકરોએ અભિયાન ઉઠાવ્યું હતું. આદિવાસીઓમાં રહેલી વેક્સિન બાબતની ગેરસમજ દૂર કરી વેક્સિન મુકાવવા તૈયાર કર્યા હતા. ડુંગરી શ્રીરામજી મંદિર હોલ તેમજ પૂર્વ વિભાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબક્કા વાર સતત ચાર દિવસ સુધી વેક્સિન કેમ્પ યોજાયા હતા. […]
કપરાડાના કરજુનનો લાંચિયો સરપંચ સસ્પેન્ડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામના સરપંચ ભરત રાઉતને રોડ કોન્ટ્રાકટર પાસેથી રૂ 48000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો. જેને આજે ગુજરાત પચાયત અધિનિયમ હેઠળ જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચપદેથી ફરજ મોકૂફ કરતો હુકમ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામમાં કોન્ટ્રાકટરે રોડનું કામ પૂર્ણ કર્યું હતું, પરંતુ સરપંચ ભરત […]
વલસાડનું ગોરગામ આરોગ્ય કેન્દ્ર 100 ટકા રસીકરણ સાથે જિલ્લામાં પ્રથમ
વલસાડ તાલુકાના ગોરગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના તમામ ૧૫ ગામોમાં તબક્કાવાર પ્રથમ ડોઝની રસીકરણ કામગીરી પૂર્ણ કરી વલસાડ જિલ્લાનું ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરનારું પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે. આ કામગીરી પૂર્ણ કરવામાં મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યેશ પટેલ તથા તેમની ટીમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. પ્રા.આ.કેન્દ્ર ગોરગામના મેડિકલ ઓફિસર, આરોગ્ય સ્ટાફ તથા વહીવટી સ્ટાફને […]