ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,36,78,786 થઈ ગઈ છે. જ્યારે, સક્રિય કેસ ઘટીને 2,99,620 થઈ ગયા છે. જે છેલ્લા 191 દિવસમાં સૌથી ઓછા છે. એમ આરોગ્ય મંત્રાલયે સોમવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, કોરોનાના કારણે વધુ 276 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,47,194 પર પહોંચી ગયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસો કુલ કેસનો 0.89 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.78 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 3,856 કેસોનો ઘટાડો નોંધાયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં સતત 92 દિવસથી દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દૈનિક સંક્રમણ દર 2.24 ટકા નોંધાયો છે. જે છેલ્લા 28 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 1.94 ટકા નોંધાયો છે. જે છેલ્લા 94 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે.
Related Articles
હવે પંજાબ કોંગ્રેસમાં બગાવત, 25 ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી
કોરોના સંકટનો સામનો કરી રહેલા પંજાબમાં હાલ એક રાજકીય સંકટ સર્જાયું છે. આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તેના પહેલા જ પંજાબ કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા છે. આ સંજોગોમાં સ્થિતિ સંભાળી લેવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડે દખલ કરી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હી બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ […]
કોરોનાની લડત પાછળ અત્યાર સુધીમાં 157 અબજ ડોલર ખર્ચાયા
વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા કટોકટી પ્રતિસાદમાં કોવિડ-૧૯ના રોગચાળા સામેની લડત માટે છેલ્લા ૧પ માસમાં આરોગ્ય, આર્થિક અને સામાજીક મોરચે ૧૫૭ અબજ ડોલર કરતા વધુ રકમ કામે લગાડવામાં આવી છે એમ વર્લ્ડ બેન્કે જણાવ્યું છે. આ બાબત દર્શાવે છે કે રોગચાળો શરૂ થવા પહેલાના ૧૫ મહિના જેટલા સમયમાં આ મોરચાઓ પર ફાળવવામાં આવતી રકમ કરતા […]
બ્રેકિંગ : સચિન તેંડુલકરને હોસ્પિટલમાં ખસેડાયો
ક્રિકેટ સમ્રાટ સચિન તેંદુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 27મી માર્ચે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું છે કે તમારી પ્રાર્થના માટે આભાર. તબીબી સલાહ અનુસાર મને હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યો છે. થોડા દિવસમાં જ હું સાજો થઇને ઘરે પરત ફરીશ તેવી મને આશા છે. તમે તમામ પણ પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત […]