હિડમાનો જન્મ તે સમયના મધ્યપ્રદેશ અને હાલમાં છત્તીસગઢમાં પડતાં સુકમા જિલ્લાના જગરગુંડા ગામમાં 51 વર્ષ પહેલા થયો હતો. તેનું આખુ નામ માંડવી હિડમા ઉર્ફે ઇદમુલ પોડિયામ ભીમા છે. હિડમા બસ્તરનો રહેવાવાળો એક માત્ર આદિવાસી લિડર છે બાકી બધા જ નક્સલવાદી લિડર મૂળ આંધ્રપ્રદેશના છે. હિડમા નક્સલીઓની સૌથી ખૂંખાર બટાલિયનનો લિડર છે. તેના ત્રણ ભાઇ અને એક બહેન છે જેમાંથી એક માંડવી દેવા એ માંડવી દુલ્લા ગામમાં જ ખેતી કરે છે. ત્રીજો ભાઇ માંડવી નંદા ગામમાં નક્સલવાદીઓને શિક્ષણ આપે છે. જ્યારે બહેન ભીમે દોરનાપાલમાં રહે છે. તેની બે પત્નીઓ છે. તે અભણ છે છતાં અગ્રેજી કડકડાટ બોલે છે અને કોમ્યુટરની સારી જાણકારી ધરાવે છે. વર્ષોથી તે દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટી જે નક્સલવાદીઓનું એક મોટુ સંગઠન છે અને તે પીએલજીએ બટાલિયન નંબર 1 ચલાવે છે જે ગોરિલા યુદ્ધમાં માહિર છે તેનો કમાન્ડર પણ હિડમા જ છે. 2013માં ઝીરમ ઘાટીમાં જે હુમલો થયો હતો અને તેમાં કોંગ્રેસ નેતા સિત 30 લોકોની હત્યા થઇ ગઇ હતી તેનો માસ્ટરમાઇન્ડ હિડમા જ હતો. 2010માં ચિંતલનારની નજીક આવેલા તાડમેટલામાં નક્સલી હુમલામાં સીઆરપીએફના 76 જવાનો શહિદ થઇ ગયા હતા. તેમાં પણ હિડમાનો હાથ હોવાનું મનાઇ છે. આ પહેલા સુકમાના ભેજીમાં થયેલા હુમલામાં સીઆરપીએફના 12 જવાન શહિદ થઇ ગયા હતા તેમાં પણ તેનો જ હાથ હતો.
Related Articles
ગઢચિરોલીમાં કમાન્ડોની કાર્યવાહીમાં 13 નક્સલી ઠાર
થોડા દિવસો પહેલા નક્સલવાદીઓ દ્વારા છત્તીસગઢનાં બીજપુર-સુકમા બોર્ડર પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 22 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદથી નક્સલવાદીઓ વિરૂધ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હવે આ શ્રૃંખલામાં, સુરક્ષા દળોને શુક્રવારે એક મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં પોલીસે ઓપરેશન હાથ ધરતા 13 નક્સલીઓને ઠાર માર્યા છે અને હજુ પણ સર્ચ […]
મિસ યુનિવર્સ બની મેક્સિકોની એન્ડ્રિયા, ચોથા સ્થાને ભારત
મેક્સિકોની એન્ડ્રિયા મેજાએ મિસ યુનિવર્સ 2020નો ખિતાબ પોતાના નામે કર્યો છે. પૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની ટૂંજીએ તેને તાજ પહેરાવ્યો હતો. ફ્લોરિડા ખાતે યોજાયેલી ઈવેન્ટમાં બ્રાઝિલની જુલિયા ગામા ફર્સ્ટ રનરઅપ રહી હતી. જ્યારે પેરૂની જેનિક મકેટા સેકન્ડ રનરઅપ રહી હતી. સ્પર્ધામાં ભારતની એડલિન કાસ્ટેલિનો થર્ડ રનરઅપ જ્યારે ડોમિનિકન રિપબ્લિકની કિમ્બરલી પેરેઝ ફોર્થ રનરઅપ બની હતી. મિસ […]
ચીને તાઇવાન તરફ 28 ફાઇટર જેટ ઉડાવ્યા
ચીને સ્વશાસિત ટાપુ તાઇવાન તરફ આજે વિક્રમી ૨૮ ફાઇટર જેટ વિમાનો ઉડાડ્યા હતા એમ આ ટાપુના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ગયા વર્ષે ચીને લગભગ રોજીંદા ધોરણે વિમાનો મોકલવાનું શરૂ કર્યું તેના પછી શક્તિનું આ સૌથી મોટું પ્રદર્શન છે. તાઇવાનના હવાઇ દળે ચીનની આ હિલચાલના જવાબમાં પોતાના કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સીસને તૈનાત કર્યા હતા અને ટાપુના […]