બીલીમોરા સહિત તાલુકાને વરસાદ ઘમરોડી રહ્યો છે. સોમવાર સાંજે 6 કલાકે વિતેલા 24 કલાકમાં તાલુકામાં 75 મીમી (3 ઇંચ) વરસાદ પડ્યો હતો. રાત્રે 10 થી 12 વચ્ચે 60 મીમી વરસાદી આભ ફાટતા ગણેશ મંડપમાં ધમાચકડી મચી હતી. ગણદેવી પનિહારી નદી નજીક રેલવે અંડર પાસમાં સુરત-બીલીમોરા બસ ફસાતા ટોઇંગ કરી બહાર કઢાતા મુસાફરોનાં જીવમાં જીવ આવ્યો હતો. બીલીમોરામાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જેમાં ૨૪ કલાકમાં ૩ ઇંચ સાથે મોસમનો 52.68 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. રવિવાર રાત્રે 10 થી 12 વચ્ચેના બે કલાકમાં આભ ફાટતા અઢી ઇંચ જોરદાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે ગણેશ મંડળોની ચિંતા વધી ગઈ હતી. જોકે બે કલાક બાદ વરસાદે ખમ્મા કરતાં સ્થિતિમાં સુધારો જોવાયો હતો. સોમવાર સવારે સુરતથી બીલીમોરા આવતી એસ ટી બસ નં. જીજે 18 ઝેડ 8032 ગણદેવી નજીક સરા લાઈન નેરોગેજ અંડર પાસનાં પાણીમાં ફસાતા મુસાફરોના જીવ અઘ્ધર થઇ ગયા હતા. બીલીમોરા ડેપો કર્મચારીઓએ ફસાયેલી બસને ટોઈંગ કરી બહાર કાઢી હતી. લોકમાતા અંબિકા 4.500 મીટરની સપાટીએ વહી રહી છે. ઉપરવાસમાં કેલીયા અને જૂજ ડેમ ભરાતા કાવેરી નદીનાં નીચાણવાળા ગામોને સતર્ક કરાયા છે.
Related Articles
ગ્રાન્ટ ઇન એઇડ ખાનગી યુનિ.ના પ્રશ્નો માટે એનએસયુઆઇ મેદાનમાં
છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ આજે સાવર્જનિક સોસાયટીની છ ગ્રાન્ટેડ કોલેજોમાં એડમિશનની માંગણી સાથે નર્મદ યુનિ.માં દેખાવો યોજયા હતા. આજ રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા નર્મદ યુનિ. સાર્વજનિક યુનિ.ની છ ગ્રાન્ટેડ કોલેજોને પુન: જોડાણ આપે તેવી માંગણી કરવામાં આવી હતી. હાલમાં નર્મદ યુનિ. સાથે જોડાયેલી તમામ કોલેજમાં એડમિશન શરૂ થઈ ગયા છે. પરંતુ સાર્વજનિક એજયુકેશન […]
એક જ સપ્તાહમાં ધો. 6 થી 8ના વર્ગો શરૂ કરવાની જાહેરાત
રાજ્ય ધોરણ 6 થી 8ના વર્ગો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ અંગે કોર કમિટીમાં વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે, એવું રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના […]
કોરોનામાં મા બાપ ગુમાવનાર બાળકને 4000ની સહાય
કોરોના કાળમાં સમયમાં અનાથ-નિરાધાર બનેલા બાળકોની વેદના પ્રત્યે સંવેદના દર્શાવતા આવા બાળકોને આર્થિક આધાર સહિત અભ્યાસ અને ભવિષ્યની કારકિર્દી માટે સહાયરૂપ થવા રાજય સરકારે બાલ સેવા યોજનાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આજે સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. રૂપાણીએ આ મુખ્યમંત્રી બાલ સેવા યોજનાની વિસ્તૃત ભૂમિકા આપતાં જણાવ્યું કે, […]