ડોનેટ લાઇફ દ્વારા વધુ એક યુવાનના અંગદાનોને મુંબઇ અને અમદાવાદમાં દાખલ વ્યક્તિઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની મદદ અને પોલીસના ગ્રીન કોરીડોરથી માત્ર 92 મિનિટમાં જ મરોલીમાં રહેતા જૈન સમાજના અગ્રણીના હૃદયને મુંબઇમાં રહેતા યુવકને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે બંને કિડની અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. મરોલીના રેલવે સ્ટેશનની સામે રહેતા દિનેશ મોહનલાલ છાજેડ (45 વર્ષ) પાલમાં જીનાગ એલ્યુમિનિયમના નામથી સ્લાઇડીંગ દરવાજા અને ગ્લાસ ફિટીંગનો વ્યવસાય કરતા હતા. તેઓને તા. 11મી જૂનના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે બ્લડપ્રેશર વધી જતા તાત્કાલીક નવસારીની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબિયત વધારે લથડતાં સુરતની એપલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્રણ દિવસની સારવાર બાદ તા. 14મી જૂનના રોજ દિનેશભાઇને ડોક્ટરોએ બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ દિનેશભાઇના અંગોનું દાન કરવા માટે તેમના પરિવારને સમજ આપવામાં આવી હતી. દિનેશભાઇના પત્ની કે જેઓ એલઆઇસીમાં ફરજ બજાવે છે તેઓએ કહ્યું હતું કે, તેઓ જીવનમાં હંમેશા એવું માનતા હતા કે આપણે બીજાને મદદરૂપ થવું જોઈએ. આથી જ્યારે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર તો બળીને રાખ થઇ જવાનું છે, ત્યારે મારા બ્રેઇનડેડ પતિના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. આ અંગે માહિતી આપતા ડોનેટ લાઇફના રાજેશ જૈનએ જણાવ્યું હતું કે, જયાબેનની મંજૂરી બાદ દિનેશભાઇની કિડની અને લિવરનું અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં 43 વર્ષિય મહિલાને જ્યારે બીજી કિડની આઇકેડીઆરસી હોસ્પિટલમાં 17 વર્ષિય યુવકને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે હૃદયને સુરતની એપલ હોસ્પિટલથી મુંબઇનું 300 કિલોમીટરનું અંતર માત્ર 92 મિનિટમાં ચાર્ટર પ્લેન મારફતે મુંબઇના 30 વર્ષિય યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 386 કિડની, 159 લિવર, 8 પેન્ક્રીઆસ, 33 હૃદય, 14 ફેફસાં અને 290 ચક્ષુઓ કુલ 888 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 816 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
Related Articles
ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડને માન્યતા
આજે રાત્રે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. આ નિર્ણયના કારણે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં બાદ મળશે, કાર્ડ ધરાવતાં પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા કાર્ડ અને વાત્સલ્યમ […]
ડાંગના શિવઘાટ નજીક એસટી બસને અકસ્માત
ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઈને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં શિવઘાટમાં એસટી બસ ભેખડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં ગાંધીનગર તરફથી આહવા આવી રહેલી ગાંધીનગર-આહવા એસટી બસ ન. જી.જે. 18 ઝેડ 7509 જે મળસ્કે 4.30 વાગ્યાનાં અરસામાં વઘઇથી આહવાને જોડતા રાજ્યધોરી માર્ગનાં શિવઘાટમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ભેખડ સાથે ભટકાતા […]
હવે માસ્ક સિવાય ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ નહીં થાય
રાજયમાં પોલીસ દ્વ્રારા જે લોકો કોરોના મહામારીમાં માસ્ક નથી પહેરતા તેવા લોકો પાસેથી દંડ લેવાશે, તે સિવાયનો કોઈ દંડ પોલીસ દ્વારા લેવાશે નહીં . ટ્રાફિક પોલીસ દ્વ્રારા બને ત્યાં સુધી વાહનો પણ ડિટેઈન કરવા નહીં , કારણ કે વાહનો છોડાવવા માટે આરટીઓ કે નક્કી કરેલા પોઈન્ટ પરથી વાહનો છોડાવવા માટે ભીડ એકત્ર થાય છે, જેના […]