બે દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ થયો નથી, જેને લીધે નાના મોટા વાહનોને મેલા પાણીમાંથી મજબૂરીમાં પસાર થવું પડે છે. ગટરનું ગંદુ પાણી દુર્ગંધ મારતું હોવાથી ભારોભાર યાતનાઓ પડી રહી છે. જોકે છેક ધકવાડાથી આવતી આ મેલા પાણીની કાસ રેલવે અંડરગ્રાઉન્ડ થઈ સ્ટેશન ખાડા માર્કેટને લાગીને વાઘરેચ સુધી જાય છે તે કાસમાં બેશુમાર કચરો હોવાથી પાણીનો ઝડપથી નિકાલ નહીં થવાને કારણે રેલવે અન્ડર ગ્રાઉન્ડમાં બે દિવસથી વરસાદ નહીં હોવા છતાં પાણી ઓસરતાં નથી. બીલીમોરા નગરપાલિકા તેના વિસ્તારમાંથી પસાર થતી આ મેલા પાણીના નિકાલની ખુલ્લી કાસમાં જામેલો બેસુમાર કચરો સાફ કરાવીને પાણીનો માર્ગ મોકળો બનાવે કે જેથી રેલવે અન્ડર ગ્રાઉન્ડ કે અન્ય ભાગોમાં પાણીનો જમાવડો લાંબા સમય સુધી રહે નહીં. લાંબા સમય સુધી ગોધાઇ રહેતા આ મેંલાં પાણીને કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે.
Related Articles
ગણદેવીમાંથી બાઇક ચોર ઝડપાયો
ગણદેવીમાં યુવાન નમાજ પઢવા જતા કોઇ અજાણ્યો ચોર બાઇક ચોરી કરી નાસી ગયાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. જ્યારે પોલીસે બાઇક ચોરીના આરોપીને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના જમાદારવાડ મસ્જીદની ખોલીમાં યાસીન યુસુફ શેખ (ઉ. વ. ૩૬) તેમના પરિવાર સાથે રહે છે. ગત 15મીએ યાસીને તેની પેશન બાઇક […]
સાપુતારાની સાંદિપની શાળાના બે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ
સાપુતારાની સાંદિપની શાળાનાં બે વિદ્યાર્થોઓનાં કોરોનાનાં પોઝિટિવ આવતા તંત્રએ એલર્ટ થઇ કલેકટર ભાવિન પંડ્યા શાળાની મુલાકાતે પહોચી ટેસ્ટિંગ અને વેક્સિન માટે સૂચના આપી હતી. સાપુતારાની સાંદિપની શાળાનાં બે વિદ્યાર્થીઓના કોરોના એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવતા બંને વિદ્યાર્થીઓને આઈસોલેશનમાં રાખવા સાથે, શાળાના અન્ય બાળકોના ટેસ્ટ સહિત તમામ શિક્ષકો, કર્મચારીઓ, તેમના પરિવારજનોના પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. […]
બીલીમોરામાં એસટી મુસાફરોનું થર્મલ સ્ક્રિનિંગ
બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરનાં ડો.રાજેન્દ્ર ગઢવી, ડો. નિરાલી નાયક અને ગણદેવી આરોગ્ય વિભાગના સુપરવાઈઝર પ્રકાશ પટેલની દેખરેખ હેઠળ રેલવે સ્ટેશન અને એસટી ડેપો ઉપર મહારાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ હાથ ધરાયું હતું. આરોગ્યની ટીમે અનેક મુસાફરોનું થર્મલ ગન વડે ટેમ્પરેચર ચકાસણી, માસ્ક અવરનેશ અને સેનિટાઈઝેશન કરાયું હતું. દિવસભરની ડ્રાઈવ બાદ પણ કોઈ શંકાસ્પદ કેસ ન […]