આગામી છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે ચૂંટણી પંચને સજ્જ કરવાની શરૂઆત કરી દીધી છે. હવે ધીરે ધીરે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોના સંક્રમણ ચાલી રહ્યું હોવાથી ચૂંટણીની પ્રક્રિયામાં કોઇ અડચણ નહીં પહોંચે તે તમામ બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરમિયાન સરકારે મંગળવારે અનુપચંદ્ર પાંડેયની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરી દીધી છે. તેઓ પૂર્વ આઇએએસ છે. કાયદા મંત્રાલયના વિધાય વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિએ 1984 બેચના નિવૃત અધિકારી અનુપચંદ્રની આ પદ માટે નિમણૂક કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી શુનિલ અરોડાનો કાર્યકાળ 12 એપ્રિલે પૂર્ણ થઇ ગયો છે ત્યાર પછી આ પદ ખાલી હતું. હાલમાં શુશિલ ચંદ્ર મુખ્ય ચૂંટણી અધિકારી છે જ્યારે અન્ય અધિકારી રાજીવ કુમાર છે. 2018માં ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અનુપ કુમારની નિયુક્તિ કરવામાં આવી હતી અને તેઓ ઓગસ્ટ 2019 સુધી આ પદ પર રહ્યાં હતાં. તેઓ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ યુપીની તકેદારી સમિતીમાં સભ્ય છે અને ઉત્તર પ્રદેશમાં પણ તેઓ અનેક મહત્વના પદ પર રહી ચૂક્યા છે. 37 વર્ષ સુધી તેઓ ઉત્તર પ્રદેશમાં જ જુદા જુદા પદો પર રહી ચૂક્યા છે અને 2019માં ઓગસ્ટમાં તેઓ ઉત્તર પ્રદેશના ચીફ સેક્રેટરીના પદ પરથી નિવૃત થયા છે. આ દરમિયાન તેઓ અનેક જિલ્લાના કલેક્ટર પણ રહી ચૂક્યા છે અને જુદા જુદા વિભાગોના વડા પણ રહી ચૂક્યા છે. આગામી વર્ષમાં આવી રહેલી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે અને આ રાજ્ય કેન્દ્ર સરકાર રચવા માટે ખૂબ જ મહત્વનનું માનવામાં આવે છે જેના કારણે કેન્દ્ર સરકાર હવે અહીંના જાણકાર લોકોને જુદા જુદા પદ પર નિમણૂક આપી રહી છે.
