ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 26,041 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,36,78,786 થઈ ગઈ છે. જ્યારે, સક્રિય કેસ ઘટીને 2,99,620 થઈ ગયા છે. જે છેલ્લા 191 દિવસમાં સૌથી ઓછા છે. એમ આરોગ્ય મંત્રાલયે સોમવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, કોરોનાના કારણે વધુ 276 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,47,194 પર પહોંચી ગયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસો કુલ કેસનો 0.89 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.78 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 3,856 કેસોનો ઘટાડો નોંધાયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં સતત 92 દિવસથી દૈનિક કેસ 50,000થી ઓછા નોંધાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દૈનિક સંક્રમણ દર 2.24 ટકા નોંધાયો છે. જે છેલ્લા 28 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 1.94 ટકા નોંધાયો છે. જે છેલ્લા 94 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે.
Related Articles
ઉત્તર પ્રદેશના ઇટાવામાં ટ્રક પલટી ખાતા 11 લોકોનાં મોત
ઉત્તર પ્રદેશના ઇટાવામાં શનિવારે એક ભીષણ અકસ્માત થયો છે. જેમાં એક આઇસર પટલવાના કારણે 11 લોકોના મોત થયા છે. તો આ દુર્ઘટનામાં 41 કરતા પણ વધારે લોકો ઘાયલ થયા છે. આગરાના પિનાહટથી મુંડન માટે ઈટાવાથી લખના જઈ રહેલી ટ્રક ખાઈમાં ખાબકી હતી. આ ટ્રકમાં એક જ પરિવારના 60થી વધારે લોકો સવાર હતાં. ઘાયલ તમામ લોકોને […]
રાજ્યસભામાં હંગામો થતાં સિક્યુરિટી ગાર્ડ બોલાવવા પડ્યા
ગુરુવારે સરકાર અને વિપક્ષ વચ્ચે આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોના જોવા મળ્યા હતા. રાજ્યસભામાં બીજા દિવસે હંગામાના કારણે કામગીરી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષના સભ્યોના હંગામા વચ્ચે મંગળવારે રાજ્યસભામાં ગાર્ડ બોલાવવા પડ્યા હતા. ગુરુવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 15 વિપક્ષી દળો સાથે સંસદથી વિજય ચોક સુધી રેલી કાઢી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, સરકારે […]
ન્યૂજર્સીના બાપ્સ મંદિર પર એફબીઆઇના દરોડા
અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં આવેલ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ(બાપ્સ) મંદિર પર ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આ મંદિરમાંથી ૯૦ વેઠિયા મજૂરો મળી આવ્યા હોવાનો અહેવાલ ન્યૂયોર્ક ટાઇમ્સે આપ્યો છે.મળતી માહિતી પ્રમાણે ન્યૂજર્સીના રોબિન્સવિલે વિસ્તારમાં આવેલ આ બાપ્સ મંદિર પર એફબીઆઇએ મંગળવારે દરોડો પાડ્યો હતો. આ જ મંદિરમાં કામ કરવા આવેલા કેટલાક લોકોની […]