પલસાણા તાલુકાના કડોદરા પોલીસમથક વિસ્તારમાં સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, તાતીથૈયા ગામની હદમાં મગન ભીખા પટેલની માલિકીના બ્લોક નં.૧૩૧વાળા ખેતરના શેઢા પર કન્ટેનર દ્વારા દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે. અને ત્યાંથી સગેવગે કરવાની પેરવીમાં છે. જે બાતમીના આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે સ્થળ પર જઇ રેઇડ પાડતાં શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૩૬૮ કિંમત રૂપિયા ૨૩૧૩૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ ગુનામાં સંડોવાયેલ શંક૨સીંગ બાબુસીંગ રાજપૂત (રહે., તાતીથૈયા, પ્રથમપાર્ક) તેમજ ૫૨મેશ્વ૨ ઉર્ફે સાધુ પાંડે (રહે., સુરત)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
Related Articles
તડકેશ્વરના તણાયેલા યુવાનની લાશ મળી
માંડવીના તડકેશ્વર ગામે ધોધમાર પડેલા વરસાદી પાણીથી ગામની સીમમાં આવેલા દુધેરી વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં વરસાદી પાણી લો-લેવલ થતાં ખાડીના પુલ ઉપર પાણી ફરી વળતાં ત્યાંથી ટ્રેક્ટર નં.(જીજે-૦૫-એએ-૪૫૯૮) લઈ પસાર થતાં પાણીના પ્રવાહમાં ટ્રેકટર એક સાઈડ ઉપર ખેંચાઈ જતાં ટ્રેક્ટરની પાછળ બેઠેલો યુવાન અબ્દુલ સમદ મોહમદ જાદવત (ઉં.વ.૩૫) (રહે.,તડકેશ્વર, ફલાહી મસ્જિદ ફળિયું, તા.માંડવી) ગભરાઈ જતાં […]
ડાંગરના ભૂખરા તડતડિયાના ઉપદ્રવથી બચાવવા આ ખાસ વાંચો
નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આજે ઓલપાડ તાલુકાના બરબોધન ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ડાંગર પાકના ઘણા ખેતરોમાં ડાંગરના ભૂખરા તથા લીલા તડતડિયાનો વ્યાપક પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળ્યો છે. અમુક જગ્યાએ આખા ખેતરોમાં આ જીવાતના ઉપદ્રવથી પાકનું નુકસાન થયું છે. આ તડતડિયા ખુબ નુકસાન કરતી જીવાત […]
મહુવાના બુટવાડા ગામે વીજ કરંટ લાગતાં યુવકનું મોત
આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના વાડિયા ગામના રહેવાસી હાલ મહુવા વીજ કપંનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપર કામ કરે છે. દરમિયાન મહુવાના બુટવાડા ગામે તેઓ વાયર ખેંચવાની કામગીરી કરવા માટે ગયા હતા. ત્યાં તેમને અચાનક જ કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જો કે, ત્યાં હાજર લોકોએ તાત્કાલિક […]