સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવસારી તાલુકામાં 3 ઈંચ વરસાદ સિવાય અન્ય જિલ્લા-તાલુકામાં વરસાદના ઝાપટા પડ્યા હતા. જેમાં નવસારી જિલ્લામાં સોમવારે બપોર સુધી વાતાવરણ ખુલ્લું હતું. જોકે બપોરે વાતાવરણમાં એકાએક પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. અને વરસાદે ૨ કલાક ધુંઆધાર બેટિંગ કરી હતી. જેમાં બપોરે ૨ થી ૪ વાગ્યે સુધી ૨ કલાકમાં નવસારીમાં ૨.૫ ઇંચ અને ગણદેવી, બીલીમોરામાં ૧ ઇંચ વરસાદ પડતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જોકે ૪ વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા વાતાવરણમાં પરત ઉઘાડ પડતા વરસાદી પાણી ઓસરી ગયા હતા. વલસાડના ઉમરગામમાં 24 કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભરૂચ જિલ્લામાં વરસાદના ઝાપટા પડ્યા હતા.
Related Articles
ડાંગના શિવઘાટ નજીક એસટી બસને અકસ્માત
ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઈને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં શિવઘાટમાં એસટી બસ ભેખડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં ગાંધીનગર તરફથી આહવા આવી રહેલી ગાંધીનગર-આહવા એસટી બસ ન. જી.જે. 18 ઝેડ 7509 જે મળસ્કે 4.30 વાગ્યાનાં અરસામાં વઘઇથી આહવાને જોડતા રાજ્યધોરી માર્ગનાં શિવઘાટમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ભેખડ સાથે ભટકાતા […]
ગણદેવીમાંથી બાઇક ચોર ઝડપાયો
ગણદેવીમાં યુવાન નમાજ પઢવા જતા કોઇ અજાણ્યો ચોર બાઇક ચોરી કરી નાસી ગયાનો બનાવ ગણદેવી પોલીસ મથકે નોંધાયો છે. જ્યારે પોલીસે બાઇક ચોરીના આરોપીને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના જમાદારવાડ મસ્જીદની ખોલીમાં યાસીન યુસુફ શેખ (ઉ. વ. ૩૬) તેમના પરિવાર સાથે રહે છે. ગત 15મીએ યાસીને તેની પેશન બાઇક […]
આકારણી મુદ્દે બીલીમોરા પાલિકાના શાસકો અને ચીફ ઓફિસર આમને સામને
બીલીમોરા (BILIMORA) નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ(BJP)ના શાસકો આમને સામને આવી ગયા છે. વિવાદના મૂળમાં પોતાને આકારણી કરવાની સત્તા હોય પાલિકા પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને સદસ્યોએ ચીફ ઓફિસરની આ સત્તા સામે પડકાર ફેંકતા મામલો સુરતની પ્રાદેશિક કમિશનરની કોર્ટમાં ચીફ ઓફિસર લઈ જતાં કમિશનરે પાલિકાના સત્તાધીશોને કારણદર્શક નોટિસ ફટકારી છે.સુરત ખાતે આવેલી પાલિકાની દક્ષિણ ઝોનના […]