ચીખલીમાં ટ્રક ઓનર્સ એસોસીએશન અને કવોરી એસોસીએશનની બેઠક નિષ્ફળ જતા ટ્રક માલિકોની હડતાળ યથાવત રહેવા પામી છે. ડીવાયએસપી ફળદુની મધ્યસ્થી પણ બેઅસર રહેવા પામી હતી. દક્ષિણ ગુજરાત ચીખલી-ગણદેવી ટ્રક ઓનર્સ એસોસીએશન દ્વારા પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ પરેશ દેસાઇ સહિતનાની આગેવાનીમાં 200થી વધુ ટ્રકોના પૈંડા થંભાવી દઇ છેલ્લા બે દિવસથી હડતાળ પાડવામાં આવી છે. સુરત વિસ્તારમાંથી આવતી ટ્રકો પરત જતી વખતે રિટર્નમાં ચીખલી વિસ્તારની કવોરીઓમાંથી ખનીજ ભરી જતા અહીંના સ્થાનિક ટ્રાન્સપોર્ટરોના ધંધા-રોજગાર પર અસર થતા આ રિટર્ન ગાડીઓમાં ખનીજ ભરી જવાના વિરોધમાં હડતાળ પાડવામાં આવતા બુધવારના રોજ ચીખલી-વાંસદા રોડ સ્થિત હડતાળના સ્થળે વહેલી સવારથી જ પોલીસ કાફલો ખડી દેવામાં આવ્યો હતો અને હડતાળના સ્થળે પહોંચેલા ડીવાયએસપી ફળદુએ મધ્યસ્થી કરી કવોરી એસોસીએશનના હોદ્દેદારો સાથે પણ બેઠક કરી હતી અને ગુરુવારના રોજ કવોરી એસો. દ્વારા બેઠક કરી ત્યારબદ ટ્રક એસો.ના હોદ્દેદારોને બોલાવી બેઠક યોજવાનું નક્કી કરાયું હતું. જે મુજબ બેઠક યોજાઇ હતી પરંતુ આ બેઠક નિષ્ફળ રહેતા ડીવાયએસપી ફળદુની દરમ્યાનગીરી પણ કામે લાગી ન હતી અને તેમની મધ્યસ્થતા પણ બેઅસર રહેવા પામી હતી. સાથે ટ્રક એસો. દ્વારા હડતાળ યથાવત રહેવા પામી હતી.
Related Articles
ધરમપુરમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ન્યાય યાત્રા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ધરમપુર તાલુકાના કાંગવી ખાતે ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કોવિડ-19 ન્યાય યાત્રા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ભાજપને આડે હાથ લીધા હતા. તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરોને સંબોધતા કોરોનાંની બીજી લહેરની શકયતા હોવા છતાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ક્રિયતાના પાપે 2 લાખથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. લોકો ઓક્સિજન […]
વાંસદાની જર્જરીત શાળા રિપેરિંગ કરાવવા માંગ
રજવાડા સમયથી ચાલતી વર્ષો જૂની વાંસદાની કુમારશાળાની નળીયવાળી છતમાંથી પાણી ટપકતા શાળામાં અનેક અગવડો ઊભી થતા શાળાના મુખ્ય શિક્ષકે વાંસદા તાલુકા પંચાયતમાં શાળાના જુના મકાનના ઓરડાનું રિપેરિંગ હાથ ધરવા લેખિત રજૂઆત કરી હતી. વાંસદા તાલુકાના ગાંધીમેદાન પાસે આવેલી રજવાડા સમયથી ચાલતી કુમાર શાળાની છત હજુ પણ નળીયાવાળી હોવાથી ચોમાસામાં પાણી ટપકતા ઓરડામાં ભેજના કારણે પંખા, […]
વાંસદામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
વાંસદા તાલુકાના કુકડા સમાજ ભવન ખાતે વાંસદા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ૧૯૯૪થી યુનો અને બુધ્ધિજીવી વર્ગ દ્વારા ઘોષિત કરવામાં આવી હતી. પ્રકૃતિ અને વન પર્યાવરણને બચાવવા માટે આદિવાસી લોકોની જીવન શ્રેણી અપનાવવા માટેની વાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વાંસદાના કુકડા સમાજ ભવનમાં વાંસદા ચીખલીના […]