કોરોનામાં ભાવનગર ગ્રામ્યમાં એક મોત નોંધાયું

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં થોડો વધારો નોધાયો છે. ગઈકાલે માત્ર 10 કેસ નોંધાયા હતા. જ્યારે આજે નવા કેસ વધીને 16 થયા છે. જ્યારે ભાવનગર ગ્રામ્યમાં વધુ એક કોરોના દર્દીઓનું મૃત્યુ થતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,082 થયો છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપા, વડોદરા મનપામાં 4-4, ભાવનગર ગ્રામ્યમાં 3, સુરત મનપા-ગ્રામ્યમાં 2-2 અને મહીસાગરમાં 1 નવો કેસ નોંધાયો છે. તો બીજી તરફ રાજ્યમાં 19 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં એકટિવ કેસની સંખ્યા ઘટીને 149 થઈ છે. તેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 144 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં આજે ગુરૂવારના સાંજના ચાર વાગ્યા સુધીમાં કુલ 5,25,818 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,82,68,514 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *