માંગરોળના મોસાલી(MOSALI)મુકામે વેલફેર ટ્રસ્ટના મોસાલીના ટ્રસ્ટી મક્સુદભાઈ માંજરા(MAKSUD MANJRA) (લાલભાઈ ), કાસીમ જીભાઈના સહયોગથી મૈયત માટે ગુસલખાનું કે જ્યાં બધી સુવિધાઓ સાથે ફ્રીમાં ગુસલ તેમજ સામાન આપવામાં આવશે. આ ઉપરાંત દરેક ધર્મના લોકો માટે ફ્રીમાં સાર્વજનિક વાતાનુકૂલિત શબપેટીની પણ વ્યવસ્થા આ સ્થળ પર કરવામાં આવી છે. આ વાતનુકૂલિન શબપેટી મૈયત માટે પોતાના ઘરે પણ લઈ જઈ શકશે અને આ સાર્વજનિક છે. જેનો કોઈ ચાર્જ નથી. દરેક ધર્મ માટે છે. આ ગુસલ ઘર બનાવવા માટે જમીન યુસુફભાઈ કોલી તરફથી વકફ કરવામાં આવેલ છે.
