નેશનલ હાઇવે નં. 48 ઉપર ખારેલ ઓવરબ્રીજ પાસેથી ગણદેવી પોલીસે બાતમીના આધારે ૨૫ હજારના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો હતો. જ્યારે દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર ખારેલ ઓવરબ્રીજ પાસેથી એક સિલ્વર રંગની ટોયોટા ઇનોવા કાર (નં. જીજે-15-બીબી-1910) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 25,600 રૂપિયાની વિદેશી દારૂની 32 નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે નવસારીના કબીલપોર જામપીર દરગાહની બાજુમાં હરીનગર સોસાયટીમાં રહેતા નીતીનભાઇ રતિલાલ ટેલરને ઝડપી પાડયો હતો. પોલીસે નીતીનભાઇની પુછપરછ કરતા નવસારી સીંધીકેમ્પમાં રહેતા મનોહરભાઇ ઉર્ફે મનુભાઇ સાવલદાસ કંજાણીએ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે મનોહરભાઇ ઉર્ફે મનુભાઇને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ધટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 5 લાખની કાર અને 5 હજાર રૂપિયાનો મોબાઇલ મળી કુલ્લે 5,30,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
Related Articles
ડાંગની એકલવ્ય સ્કૂલમાં ધો. 11ના માત્ર 30 વિદ્યાર્થી
ડાંગ જિલ્લામાં ધોરણ-10 એસ.એસ.સી બોર્ડની માસ પ્રમોશન પ્રણાલી માથાનાં દુઃખાવો સમાન બની. ડાંગ જિલ્લામાં ધોરણ 11 નાં વર્ગોની ઘટનાં પગલે અંદાજીત 654 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બનતા આ આદિવાસી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી પરીક્ષાનાં પરિણામમાં માસ પ્રમોશન જાહેર કરાયું છે. તેવામાં ડાંગ જિલ્લામાંથી એસ.એસ.બોર્ડની […]
ગણદેવી રેલવે અંડર પાસમાં બસ ફસાઇ
બીલીમોરા સહિત તાલુકાને વરસાદ ઘમરોડી રહ્યો છે. સોમવાર સાંજે 6 કલાકે વિતેલા 24 કલાકમાં તાલુકામાં 75 મીમી (3 ઇંચ) વરસાદ પડ્યો હતો. રાત્રે 10 થી 12 વચ્ચે 60 મીમી વરસાદી આભ ફાટતા ગણેશ મંડપમાં ધમાચકડી મચી હતી. ગણદેવી પનિહારી નદી નજીક રેલવે અંડર પાસમાં સુરત-બીલીમોરા બસ ફસાતા ટોઇંગ કરી બહાર કઢાતા મુસાફરોનાં જીવમાં જીવ આવ્યો […]
બીલીમોરા નજીકના ધોલાઇ બંદરેથી માછીમારો દરિયો ખેડવા રવાના
બીલીમોરા(BILIMORA) નજીકના ધોલાઈ બંદરેથી નાળિયેરી પુનમના દિવસે રવિવારે બપોરે માછીમારો અને તેમના પરિવારજનોએ દરિયાદેવની પૂજા સાથે નાળિયેર અર્પણ કરી ઉઘડતી સિઝનમાં મચ્છીનો મબલક પાક મળે અને બોટ સાથે સહી-સલામત પરત આવે તેવી પ્રાર્થના કરી વિધિવત રીતે દરિયો ખેડવા માટે સાગરખેડુઓ રવાના થાય હતા.ચોમાસાના પ્રારંભમાં દરિયો(SEA) તોફાની બનતો હોવાથી સાગરખેડૂઓ દરિયામાં જતાં નથી, તેઓ આ સમય […]