વલસાડ તાલુકાનાં ડુંગરી ગામમાં સતત ચાર દિવસ સુધી આદિવાસી સમાજના લોકોને કોરોના સામે રક્ષણ આપતી કોવિડ-૧૯ વેક્સિન મુકાવવા સામાજિક કાર્યકરોએ અભિયાન ઉઠાવ્યું હતું. આદિવાસીઓમાં રહેલી વેક્સિન બાબતની ગેરસમજ દૂર કરી વેક્સિન મુકાવવા તૈયાર કર્યા હતા. ડુંગરી શ્રીરામજી મંદિર હોલ તેમજ પૂર્વ વિભાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબક્કા વાર સતત ચાર દિવસ સુધી વેક્સિન કેમ્પ યોજાયા હતા. જેમાં ઓનલાઈન સહિત કુલ ૯૦૦ જેટલા લોકોએ રસીકરણ કરાવ્યું હતું. આ વેક્સિન સેવાયજ્ઞ અભિયાનમાં ડુંગરીના કાર્યકર અસીત દેસાઈ, માજી સરપંચ મહેશ પટેલ, માજી સરપંચ પંકજ ઉર્ફે લાલાભાઈ પટેલ, ગ્રામ પંચાયત સભ્ય સોનલ પટેલ, અગ્રણી ઉમેશ પટેલ સહીત અન્ય અગ્રણીઓએ સેવા આપી હતી. આ કેમ્પમાં સૌથી વધુ આદિવાસી સમાજના લોકોએ રસી મુકાવી હતી.
Related Articles
પારડી ભાજપમાં બે મોટામાથાના રાજીનામાથી ખળભળાટ
પારડી શહેર ભાજપમાંથી આજરોજ નગર પાલિકાના વર્તમાન વીજળી સમિતિના ચેરમેન અને પારડી શહેર ભાજપ સંગઠન મંત્રી કિરણ મોદી અને બાલાખાડીના ભાજપના બીજલ ઉર્ફે મુન્નો દેસાઈએ પારડી શહેર ભાજપ સંગઠનમાંથી પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દેતાં પારડીમાં ભાજપનો ડખો સપાટી પર આવી ગયો હતો. આ બંનેએ વારંવાર ઉપેક્ષા થતી હોવાનું કારણ દર્શાવી રાજીનામુ ધરી દેતા પારડીમાં ફરી […]
વલસાડમાં જુદી જુદી પેટા ચૂંટણીની જાહેરાત
રાજ્યના ચૂંટણીપંચ દ્વારા પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ખાલી પડેલી જગ્યા માટે મધ્યસ્થ ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં વલસાડ નગરપાલિકામાં ખાલી પડેલી 5 બેઠકની પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે. જેના પગલે પાલિકામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ પાલિકાના વોર્ડ નં.1 ના સભ્ય ઉજેશ પટેલ, વોર્ડ નં..5ના સભ્ય પ્રવીણ […]
પારડી ચિવલ રોડ પર ચોરીને અંજામ અપાયો
પારડી ચિવલ રોડ પર ભાસ્કર ધૃતી અંગ્રેજી માધ્યમ સ્કૂલ સામે તળાવની પાળ ઉપર આવેલા ભંગારના ગોડાઉન અને બંધ મકાનમાં તસ્કરો ચોરી કરી ગયા હતા. જો કે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. પારડી(PARDI)ના તળાવની પાળ પાસે એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તસ્કરોએ સરસામાન વેરવિખેર કરી તિજોરીમાં મૂકેલી સોનાની કાનની બુટ્ટી, મંગળસૂત્ર, […]