તાઉતે વાવાઝોડાની અસર હવે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. તેના પગલે આજે સવારથી જ મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પવન ફૂંકાઇ રહ્યો છે. આ દરમિયાન મુંબઇ એરપોર્ટને ત્રણ કલાક માટે બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મુંબઇમાં બાંદ્રા-વર્સી સી લિંક પર પણ વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. હાલ દક્ષિણ અને દક્ષિણ મુંબઇમાં ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ટકરાવ્યું છે. વાવાઝોડાને પગલે મુંબઇની મોનોરેલનું સંચાલન પણ દિવસભર માટે બંધ કરવામાં આવ્યું છે.
