મેક્સિકોની એન્ડ્રિયા મેજાએ મિસ યુનિવર્સ 2020નો ખિતાબ પોતાના નામે કર્યો છે. પૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની ટૂંજીએ તેને તાજ પહેરાવ્યો હતો. ફ્લોરિડા ખાતે યોજાયેલી ઈવેન્ટમાં બ્રાઝિલની જુલિયા ગામા ફર્સ્ટ રનરઅપ રહી હતી. જ્યારે પેરૂની જેનિક મકેટા સેકન્ડ રનરઅપ રહી હતી. સ્પર્ધામાં ભારતની એડલિન કાસ્ટેલિનો થર્ડ રનરઅપ જ્યારે ડોમિનિકન રિપબ્લિકની કિમ્બરલી પેરેઝ ફોર્થ રનરઅપ બની હતી. મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતે પણ ટોપ 5માં જગ્યા બનાવી છે. સ્પર્ધામાં એડલિન કાસ્ટેલિનોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ચોથા નંબર પર જગ્યા બનાવી હતી. મેક્સિકો, ડોમિનિકન રિપબ્લિક, ઈન્ડિયા, પેરૂ અને બ્રાઝિલ ટોપ-5માં પહોંચ્યા હતા.
Related Articles
અમેરિકા જઈ રહેલી ફ્લાઇટમાં જોવા મળ્યું ચામાચીડિયું
દિલ્હીથી અમેરિકા જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ચામાચીડિયું જોવા મળતાં એને ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવી પડી. એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-105એ શુક્રવારે 2ઃ20 વાગ્યે દિલ્હીથી અમેરિકાના નવાર્ક (ન્યૂજર્સી) માટે ઉડાન ભરી હતી. ટેક ઓફની લગભગ 30 મિનિટ બાદ પેસેન્જર એરિયા એટલે કે કેબિનમાં ચામાચીડિયું જોવા મળ્યું. જે બાદ પ્લેનને પાછું દિલ્હી લાવવામાં આવ્યું, જ્યાં સવારે લગભગ […]
રાજસ્થાનમાં હવે ફોન ટેપિંગના મામલે બબાલ
જ્યારથી ઉત્તર પ્રદેશના કોંગ્રેસના દિગ્ગજ નેતા જીતીન પ્રસાદે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીની કંઠી પહેરી છે ત્યારથી રાજસ્થાનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું એવું સ્પષ્ટ પણે કહી શકાય તેમ છે. સચિન પાયલટ જૂથ અશોક ગેહલોતથી ખૂબ જ નારાજ છે અને ગમે ત્યારે કંઇ પણ થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે તેની વચ્ચે હવે અશોક ગેહલોત સરકાર […]
કોરોનાના ત્રીજા તબક્કાની ચેતવણી આપતા વૈજ્ઞાનિક સલાહકાર
સરકારે આજે જણાવ્યું કે કોરોના મહામારીનું ત્રીજું મોજું ‘અટલ’ છે, તેમ છતાં એના માટે સમયમર્યાદાની આગાહી ન થઈ શકે. આજે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના પ્રેસ બ્રીફિંગ દરમ્યાન અધિકારીઓએ કહ્યું કે અત્યારે દેશ અનુભવી રહ્યો છે એવી વિકરાળતા સાથેના આટલા લાંબા કોરોનાનાં મોજાંની આગાહી થઈ ન હતી. કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવને કહ્યું કે વાયરસ […]