ગાંધીજીના પ્રપૌત્રીને સાઉથ આફ્રિકામાં સાત વર્ષની જેલની સજા થઇ

આશીશલતા રામગોબિન, કે જેઓ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પુત્રના પુત્રીના પુત્રી છે અને સાઉથ આફ્રિકામાં રહે છે, તેમને એક છેતરપિંડી અને બનાવટના કેસમાં સાત વર્ષની જેલની સજા થઇ છે. ડરબનનીએક અદાલતે પ૬ વર્ષીય આશીશલતાને ૬૦ લાખ રેન(૪૪૨૦૦૦ ડૉલર) જેટલી રકમની છેતરપિંડી અને ફોર્જરીના કેસમાં આ સજા સંભળાવી છે. આશીશલતા એ જાણીતા માનવ અધિકારવાદી કાર્યકર ઇલા ગાંધી અનેદિવંગત મેવા રામગોબિનના પુત્રી છે. આશીશલતાના માતા-પિતાએ ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકામાં પોતાના વસવાટ દરમ્યાન સ્થાપવામાં આવેલ ફિનિક્સ વસાહતને ફરીથી સજીવન કરવામાં મહત્વનો ભાગ ભજવ્યોહતો. આશીશલતા રામગોબિન બે સંતાનોના માતા છે અને સાઉથ આફ્રિકામાં પોતાનો વ્યવસાય કરે છે. તેમની સામે આરોપ હતો કે વેપારી એસ. આર. મહારાજ પાસેથી મોટા નફાનું વચન આપીને ૬૨ લાખ રેન (સાઉથઆફ્રિકાનું ચલણ)ની રકમ એડવાન્સમાં લઇને છેતરપિંડી કરી હતી. મહારાજ સાઉથ આફ્રિકામાં એક મોટી કંપનીના માલિક છે અને વસ્ત્રો, પગરખા વગેરેની આયાત કરે છે આ ઉપરાંત અન્ય કંપનીઓને ધિરાણ આપવાનુંકામ પણ કરે છે. મહારાજને આશીશલતાએ કહ્યું હતું કે પોતે ભારતથી કેટલાક કન્ટેનર મંગાવ્યા છે પરંતુ આયાતનો ખર્ચ અને કસ્ટમ ડ્યુટી ચુકવવામાં તેમને હાલ નાણાકીય મુશ્કેલી છે. મહારાજને પોતાની વાતનો વિશ્વાસઅપાવવા આશીશલતાએ પરચેઝ ઓર્ડર, ઇન્વોઇસ વગેરે પણ બતાવ્યા હતા. જો કે બાદમાં મહારાજને સમજાઇ ગયું હતું કે આ દસ્તાવેજો બનાવટી છે અને તેમની સાથે છેતરપિંડી થઇ છે. ફરિયાદને આધારે આશીશલતાસામે ૨૦૧પમાં કેસ શરૂ થયો હતો જેનો છેવટનો ચુકાદો ડરબન ખાતેની વાણિજ્યિક ગુનાઓ માટેની ખાસ અદાલતે હાલમાં આપ્યો છે. આશીશલતા રામગોબિનને આ ચુકાદા સામે અપીલ કરવાની પણ મનાઇફરમાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *