ચીખલીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં બે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વસુધારા ડેરી દ્વારા ચીખલી અને કપરાડામાં બે, જ્યારે ચીખલીમાં બીજો પ્લાન્ટ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા વિકાસ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય સુખાકારી કાર્યક્રમ અંતર્ગત સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ચીખલીમાં વસુધારા ડેરી દ્વારા દાન પેટે આપવામાં આવેલા 47 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 334 લીટર/મિનિટની ક્ષમતાવાળા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ વસુધારા ડેરીના ચેરમેન ગમનભાઇ પટેલના હસ્તે પ્રાંત અધિકારી ડી.ડી. જોગીયા, જિલ્લા ભાજપના મહામંત્રી ડો. અશ્વિન પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. અમીતા પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પના ગાંવિત, મામલતદાર પ્રિયંકા પટેલ, ભાજપ પ્રમુખ મયંક પટેલ, અધિક્ષક ડો. દક્ષાબેન ઉપરાંત ડો. જયોતિબેન, ડો. રાજેશભાઇ સહિતનાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વસુધારા ડેરી દ્વારા કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ 47 લાખના ખર્ચે તૈયાર કરાયેલા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ વાઇસ ચેરમેન સુધાબેન પટેલ દ્વારા કરાયું હતું. આમ વસુધારા ડેરી દ્વારા ચીખલી અને કપરાડાની હોસ્પિટલમાં બે ઓક્સિજન પ્લાન્ટ એનાયત કરાયા હતા. આ ઉપરાંત ચીખલીની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા 64 લાખ રૂપિયાના ખર્ચે 500 લીટર/મિનિટની ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ વિવેક પીઠડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક્ષક ડો. દક્ષાબેન, તાલુકા આરોગ્ય અધિકારી ડો. એ.બી. સોનવણેએ વસુધારા ડેરીના ચેરમેન ઉપરાંત એમ.ડી. નરેન્દ્રભાઇ વશી તથા એઆઇએફ સંસ્થા પ્રત્યે ઉદારતાવાદી અભિગમને બિરદાવી આભારની લાગણી વ્યકત કરી હતી. કાર્યક્રમ દરમ્યાન વસુધારા ડેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Related Articles
ખેરગામ આછવણીમાં મહાદેવને સવાલાખ બીલિપત્રનો અભિષેક
પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થતા ખેરગામના આછવણી ખાતે સવા લાખ બિલીપત્રનો મહાઅભિષે કરાયો હતો. પ્રગટ પ્રગટેશ્વરધામના ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં શરૂ થયેલા શ્રાવણ માસના શુભારંભ અવસરે લઘુરુદ્ર યજ્ઞ પણ કરાયો હતો. દાદાએ આશીર્વચન આપતા કહ્યું કે, શિવ શબ્દ જ કલ્યાણકારી છે, ઝેર પીને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારા ભગવાન શિવની પૂજા કરી તેના આશીર્વાદ મેળવવા […]
ચીખલીમાં અઢી ઇંચ વરસાદ, ફડવેલમાં મકાન તૂટ્યું
ચીખલી પંથકમાં વધુ અઢી ઇંચ વરસાદ સાથે ઉપરવાસમાં સતત વરસાદને પગલે લોકમાતાઓમાં પૂરની સ્થિતિ યથાવત રહી હતી. ફડવેલમાં વહેલી સવારમાં મકાન ધરાશયી થતા ભર ચોમાસે શ્રમજીવી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. ચીખલી તાલુકામાં રાત્રિ દરમ્યાન ચીખલી તથા ઉપરવાસમાં સતત વરસાદથી અંબિકા, કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓ બે કાંઠે વહી રહી છે. કાવેરી નદીમાં ચીખલીમાં 14 ફૂટ સપાટીએ […]
વાંસદાની જર્જરીત શાળા રિપેરિંગ કરાવવા માંગ
રજવાડા સમયથી ચાલતી વર્ષો જૂની વાંસદાની કુમારશાળાની નળીયવાળી છતમાંથી પાણી ટપકતા શાળામાં અનેક અગવડો ઊભી થતા શાળાના મુખ્ય શિક્ષકે વાંસદા તાલુકા પંચાયતમાં શાળાના જુના મકાનના ઓરડાનું રિપેરિંગ હાથ ધરવા લેખિત રજૂઆત કરી હતી. વાંસદા તાલુકાના ગાંધીમેદાન પાસે આવેલી રજવાડા સમયથી ચાલતી કુમાર શાળાની છત હજુ પણ નળીયાવાળી હોવાથી ચોમાસામાં પાણી ટપકતા ઓરડામાં ભેજના કારણે પંખા, […]