વાંસદાના ધરમપુરી ગામમાં વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુરી અને આજુબાજુના ગામના ૩૦૦ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં વિના મુલ્યે દવા આપી ડોક્ટરો દ્વારા તંદુરસ્તી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામીત સમાજના પ્રમુખ અને આદિવાસી મોરચાના મહામંત્રી અશ્વિન ગામીતે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં લોકો ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે, જે લોકો આર્થિક રીતે નબળા છે. એવા લોકોને આવા કેમ્પથી ઘણો લાભ મળે છે. કાર્યક્રમમાં વનવાસી કલ્યાણ ટ્રસ્ટના મંત્રી હરીશભાઇ, ગુણવંતભાઈ ગામીત, સરપંચ જગદીશભાઈ ગામીત, વિજય થોરાટ, ડો.અજીત સોની, ડો.રતિભાઈ ભરતીયા, ડો.ભરતભાઈ ઠાકોર હાજર રહ્યાં હતાં.
Related Articles
ઉમરગામ તાલુકા પંચાયતની કારોબારી મળી
ઉમરગામ તાલુકા પંચાયતની કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની બેઠક ઉમરગામ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ચિંતનભાઈ પટેલ તથા સામાજીક ન્યાય સમિતિની બેઠક દિનેશભાઈ માહ્યાવંશીની અધ્યક્ષતામાં સભ્યોની ઉપસ્થિતિમાં મળી હતી. કારોબારીની બેઠકમાં ગત સભાની કાર્યવાહી વાંચને લઈ બહાલ રાખવામાં આવી હતી. તથા કરેલા ઠરાવોના અમલીકરણ વાંચને લઈ બહાલ રાખવામાં આવ્યા હતા તથા અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતાં […]
વાંસદા, ખેરગામ અને ગણદેવીમાં વરસાદી ઝાંપટા
નવસારી જિલ્લામાં શનિવારે વરસાદ યથાવત રહેતા ખેરગામ અને નવસારીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે આજે નવસારીમાં તાપમાનમાં ઘટાડો થયો હતો. નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ગત ગુરૂવારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જોકે ગત 2 દિવસથી જિલ્લામાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગત શુક્રવારે સાંજે 6 વાગ્યેથી આજે શનિવારે સાંજે […]
ધરમપુર કોંગ્રેસની ટીડીઓને રજૂઆત
ધરમપુર તાલુકા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં કોઞેસના સભ્યોના મત વિસ્તારમાં એકપણ વિકાસના કામો ન ફાળવતા આજરોજ ધરમપુર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા બાલુ સિધા તથા રેખા પટેલ, ધીરુ ઞાવિત સહિત કોંગ્રેસના છ જેટલા સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી એચ.આર. પટેલને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં કોંગ્રેસના સભ્યોએ પોતાના વિસ્તારમાં એકપણ વિકાસના કામોની ફાળવણી ન કરતા વિરોધપક્ષના […]