રાજયમાં પોલીસ દ્વ્રારા જે લોકો કોરોના મહામારીમાં માસ્ક નથી પહેરતા તેવા લોકો પાસેથી દંડ લેવાશે, તે સિવાયનો કોઈ દંડ પોલીસ દ્વારા લેવાશે નહીં . ટ્રાફિક પોલીસ દ્વ્રારા બને ત્યાં સુધી વાહનો પણ ડિટેઈન કરવા નહીં , કારણ કે વાહનો છોડાવવા માટે આરટીઓ કે નક્કી કરેલા પોઈન્ટ પરથી વાહનો છોડાવવા માટે ભીડ એકત્ર થાય છે, જેના કારણે કોરોનાનું સંક્રમણ વધી જવાની સંભાવના રહેલી છે. આજે ગાંધીનગરમાં કેબીનેટ બેઠક સીએમ વિજય રૂપાણીએ વાહનવ્યવહાર મંત્રીને સૂચના આપી છે કે રાજયમાં હવેથી પોલીસ દ્વ્રારા જે લોકો નાસ્ક ન પહેરતાં હોય તેની પાસેથી જ દંડ વસીલ કરશે , તે સિવાયની ટ્રાફિકના નિયમ ભંગની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવી નહીં . એટલુ જ નહીં ટ્રાફિકના નિયમ ભંગ બદલ વાહનો પણ ડિટેઈન કરવાનું ટાળવુ તેવી પણ સૂચના અપાઈ છે.
