વાંસદાના ધરમપુરી ગામમાં વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુરી અને આજુબાજુના ગામના ૩૦૦ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં વિના મુલ્યે દવા આપી ડોક્ટરો દ્વારા તંદુરસ્તી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગામીત સમાજના પ્રમુખ અને આદિવાસી મોરચાના મહામંત્રી અશ્વિન ગામીતે જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં લોકો ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે, જે લોકો આર્થિક રીતે નબળા છે. એવા લોકોને આવા કેમ્પથી ઘણો લાભ મળે છે. કાર્યક્રમમાં વનવાસી કલ્યાણ ટ્રસ્ટના મંત્રી હરીશભાઇ, ગુણવંતભાઈ ગામીત, સરપંચ જગદીશભાઈ ગામીત, વિજય થોરાટ, ડો.અજીત સોની, ડો.રતિભાઈ ભરતીયા, ડો.ભરતભાઈ ઠાકોર હાજર રહ્યાં હતાં.
