રાજ્યમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 9 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યુંઆંક 65 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક 9469 થયો છે. બીજી તરફ આજે 8,783 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,86,581 દર્દીઓ સાજા થયા છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 9 સુરત મનપામાં 4, સુરત ગ્રામ્યમાં 3, વડોદરા મનપામાં 4, વડોદરા ગ્રામ્યમાં 3, રાજકોટ મનપામાં 3, રાજકોટ ગ્રામ્યમાં 3, જામનગર મનપામાં 3, ભાવનગર મનપા 1, જૂનાગઢ મનપા 2, જૂનાગઢ ગ્રામ્યમાં 2, મહેસાણામાં 3, સહિત કુલ 65 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 803, સુરત મનપામાં 269, વડોદરા મનપામાં 367, રાજકોટ મનપામાં 175, ભાવનગર મનપામાં 136, ગાંધીનગર મનપામાં 45, જામનગર મનપામાં 123 અને જૂનાગઢ મનપામાં 92 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 171, જામનગર ગ્રામ્ય 63, વલસાડ 47, મહેસાણા 92, વડોદરા ગ્રામ્ય 172 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 84,421 વેન્ટિલેટર ઉપર 692 અને 83,729દર્દીઓ સ્ટેબલ છે. આજે 18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 45113, 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 30,110, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરનાનો બીજો ડોઝ 29,794, હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 8391, અને બીજો ડોઝ 4116 આમ અત્યાર સુધીમાં કુલ 1,50,67,752 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Related Articles
“નારી ગૌરવ દિવસ” ની ઉજવણી દરમિયાન 1 લાખ બહેનોને વગર વ્યાજની લોન
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે આજે રાજયમાં “નારી ગૌરવ દિવસ” ઉજવણી કરાઈ હતી. આજે “નારી ગૌરવ દિવસ” નિમિત્તે ‘શક્તિ’ના સશક્તિકરણ અને નારી ગૌરવના જતન માટે રાજયભરમાં ૧૦૮ જેટલાં મહિલા ઉત્કર્ષ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આજે નારી ગૌરવ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત […]
50 ટકા હાજરી સાથે ધોરણ 12ના વર્ગો શરૂ થશે
રાજ્યમાં ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલીટેકનિક સંસ્થાનો અને કોલેજ ૫૦ ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે, તેવો મુખ્યમંત્રીની અધ્યક્ષતા મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. ધોરણ 12 અને કોલેજ તથા પોલિટેક્નીકના વિદ્યાર્થીઓને પસંદગી આપવામાં આવી છે. તેઓ ઇચ્છે તો શાળા -કોલેજમાં જઇ શકશે, તે માટે વિદ્યાર્થીના વાલીનું […]
સુરતના પનાસ ચા મહારાજા
સુરત ખાતે આવેલા પનાસ ગામમાં જેબીએફસી ગ્રુપ દ્વારા પનાસ ગામમાં પનાસ ચા મહારાજાના નામથી ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.(ફ્રી એન્ટ્રી) (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ગણપતિ સ્પર્ધામાં હજી એન્ટ્રી લેવામાં આવી રહી છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે વ્યક્તિગત નામ, મંડળ હોય તો તેનું નામ, સરનામું, ગણપતિનો ફોટો, થીમ 93132 26223 ઉપર વોટ્સએપ કરવા વિનંતી […]