રાજ્યમાં કોરોનામાં 174નાં મોત

રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 14,120 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 174 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, આજે અમદાવાદશહેરમાં 26 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 174 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 6830 થયા છે. સુરતશહેરમાં 16, અમદાવાદશહેરમાં 26, વડોદારમાં 11, રાજકોટમાં 9, જામનગરમાં 14, જૂનાગઢમાં 3, જામનગરશહેરમાં 11, કચ્છમાં 10, સાબરકાંઠામાં 8, સુરેન્દ્રનગર 8 સહિત કુલ 174 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે.બીજી તરફ આજે 8595 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,98,824 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ધટીને 74.01 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 5672, સુરત શહેરમાં 1764, વડોદરા શહેરમાં 622, રાજકોટ શહેરમાં 363, ભાવનગર શહેરમાં 250, ગાંધીનગરશહેરમાં 162, જામનગર શહેરમાં 407 અને જૂનાગઢ શહેરમાં 110 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 352, તાપી 148, ભરૂચ 123, નવસારી 140, વલસાડ 119 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,33,191 વેન્ટિલેટર ઉપર 421 અને 1,32,770 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 95,64,559 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 21,93,303 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,17,57,862 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષ થી 60 વર્ષના કુલ 47,432 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 75,571 વ્યકિતોઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *