1986 બેચના આઇએએસ પંકજ કુમાર ગુજરાતના નવા મુખ્ય સચિવ

1986ની બેચના આઈએએસ(IAS) પંકજ કુમારને શુક્રવારે વિવિધત રીતે રાજ્ય સરકાર દ્વારા નવા ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક આપી દેવામાં આવી છે. આગામી તા.31મી ઓગસ્ટના રોજ રાજ્યના હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકિમનું બીજુ એકસન્ટેશન પૂરૂ થઈ રહ્યું છે. આમ તો ગુરૂવારે સાંજે જ નક્કી થઈ ગયું હતું કે રાજ્ય સરકાર ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર(PANKAJ KUMAR)ને ચીફ સેક્રેટરી બનાવશે. તેમને ગુરૂવાર સાંજથી અભિનનંદનના મેસેજ મળવાનું શરૂ થઈ ગયું હતું જો કે ચીફ સેક્રેટરી બનવાની રેસમાં 1986ની બેચના આઈએએસ ડૉ. રાજીવકુમાર ગુપ્તા પણ હતા. જો કે રાજ્ય સરકારે કેન્દ્રિય નેતાગીરીના સલાહ સૂચન બાદ પંકજ કુમારની વરણી કરી દીધી છે. આવતા વર્ષે મે – 2022માં પંકજ કુમાર અને ડૉ. રાજીવ કુમાર ગુપ્તા એકજ દિવસે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે.

ગુજરાત કેડરના બીજા વરિષ્ઠ અધિકારીઓ સ્વ.ગુરુપ્રસાદ મહાપાત્ર, વિપુલ મિત્રા અને રાજીવ કુમા્ર ગુપ્તા તેમના બેચમેટ હતા. પંકજ કુમાર હવે ચીફ સેક્રેટરી(CHIEF SECRETARY) બનતા ગૃહ વિભાગમાં નવા અધિક મુખ્ય સચિવ તરીકે શહેર વિકાસમાંથી મૂકેશ પૂરીને મૂકવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે શહેરી વિકાસમાં પણ નવા ચહેરાને સ્થાન અપાશે, તે દિશમાં કાર્યવાહી ચાલી રહી છે. આ સાથે રાજ્ય સરકાર દ્વારા ગમે તે ઘડીયે હવે આઈપીએસ અને ડીવાયએસપીઓની બદલી કરાય તવા ચક્રો ગતિમાન થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *