રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી સર્જાયેલી કોરોનાની બીજી લહેર ભયાનક સ્વરૂપ લઇ રહી છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોઉતર વધારો નોંધાતા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં બેડ ભરાઇ રહ્યાં છે. રાજ્યના કુલ 37 જિલ્લા, મનપા વિસ્તારોમાં આવેલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાંના કુલ 50695 બેડમાંથી 42758 ભરાઇ ગયા છે. હાઇકોર્ટે કરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે કરેલી કબૂલાત મુજબ અમરેલી, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ અને વલસાડ જિલ્લાની કોવિડ હોસ્પિટલોના તમામ એટલે કે, 100% બેડ દર્દીઓથી ભરાઇ ગયા છે. જ્યારે બોટાદ, જામનગર અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં અનુક્રમે 95, 99 અને 97% બેડ પર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આમ પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે.
Related Articles
રાજ્યમાં એક જ દિવસમાં આઠ લાખનું રેકોર્ડબ્રેક વેક્સિનેશન
રાજ્યભરમાં કોરોના વેક્સિન(VACCINE) આપવાની ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે. ઓગસ્ટ મહિના દરમિયાન સરકારે સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની વિક્રમજનક કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે, આમ રાજ્યમાં એક […]
સુરતના ઉદ્યોગપતિની કપડા મંત્રી દર્શના જરદોશ સાથે મુલાકાત
ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળ દ્વારા આજે ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, દર્શના જરદોશ, સ્મૃતિ ઇરાની, પરષોત્તમ રૂપાલા, ડૉ. મહેન્દ્ર મુંજપરા, અને દેવુસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓની મુલાકાત લઇ સુરત અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોના પ્રશ્નો રજૂ કર્યા હતા. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા, ઇલેક્ટેડ પ્રમુખ આશિષ ગુજરાતી અને ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની મુલાકાત લઇ રફ […]
વાવાઝોડાથી સ્થળાંતરિત કાંઠાના લોકોને ગુરૂવારથી કેશડોલ્સ
રાજ્ય સરકારે કોર કમિટીમાં એવો નિર્ણય પણ કર્યો છે કે, તાઉતે વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા વ્યક્તિઓને ગુરૂવારથી જ કેશડોલ્સ આપવાનું પણ શરૂ કરાશે. પુખ્ત વયની વ્યક્તિઓને પ્રતિદિન રૂ. ૧૦૦ અને બાળકોને એક દિવસના રૂ. ૬૦ લેખે કેશડોલ્સ આપવામાં આવશે. જે લોકોનું સ્થળાંતર ૧૬ કે ૧૭મીથી કરવામાં આવ્યુ હશે. તેઓને ૭ દિવસની કેશડોલ્સ ચુકવાશે. જ્યારે જેમનું […]