ગુજરાતમાં કોરોનાએ માઝા મૂકી છે, ત્યારે કોરોનાને હરાવવાની લડાઈમાં ક્યારેય રાજનીતિ ન હોય શકે. બીજી તરફ સંખ્યાબંધ દર્દીઓ રેમડેસીવીર ઇન્જેક્શન માટે ફાંફા મારી રહ્યા છે, તે બતાવે છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રેમડેસીવીર ઇન્જેક્શન પૂરા પાડી શક્યા નથી. તો વળી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર પાટીલે એકલાએ જ 5000 રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો મેળવીને સાબિત કરી દીધું કે વિજય રૂપાણી રેમડેસીવીર ઈન્જેકશન પૂરા પાડવામાં નિષ્ફળ નિવડ્યા છે, તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, જો કોઈ ભાજપના નેતા મુખ્યમંત્રી કરતાં વધારે વગદાર હોય, હજારો ઇન્જેક્શન લાવી શકતા હોય તો, તેમણે સરકારને પૂરા પાડવા જોઈએ અને સરકારે મફતમાં વિતરણ કરવું જોઈએ. શક્તિસિંહ ગોહિલ સરકારને વેધક પ્રશ્ન કર્યો હતો કે રાજકીય પાર્ટીઓ દ્વારા ઇન્જેક્શનો આપવાના હોય તો ભાજપ સિવાય અન્ય પાર્ટીઓને પણ ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ કરાવશે ? ગોહિલે વધુમાં એવું પણ કહ્યું હતું કે આ ઇંજેક્શનની યોગ્ય જાળવણી અને યોગ્ય રીતે વિતરણ કરવામાં આવે તે જરૂરી છે. કાયદા મુજબ લાઇસન્સ અને ક્વોલિફાઈડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં આ દવા કે ઇન્જેક્શન વેચી શકાતા નથી. તો આ 5000 ઇન્જેક્શનો કોને- કોને આપવામાં આવ્યા, આ લાભાર્થીઓની વિગતો રજૂ કરવી જોઈએ. એવું ન બને કે થોડાક ઇન્જેક્શનનું વિતરણ થાય અને બાકીના પાછલા બારણે કાળા બજારમાં જતા રહે.
Related Articles
હરીપ્રસાદ સ્વામીજીનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલિન
હરિધામ સોખડાના મંદિર પરિસરમાં આજે દાસના દાસ એવા હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહ સાથે પાલખી યાત્રા નીકળી હતી. તે પછી નિજ મંદિર નજીક હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કરાયા હતા . મંદિરના સંતો દ્વ્રારા ચંદનના લાકડાનું સિંહાસન પણ બનાવવામાં આવ્યુ હતુ. હરિપ્રસાદ સ્વામીની પાલખી યાત્રા વખતે હરિ ભકત્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સાથે ચોધાર આસુંએ […]
અભિનંદન : સીઆર પાટિલના પુત્રને મોટી પોસ્ટ મળી
ગુજરાત ફૂટબોલ એસોસિએશનની આજ રોજ અમદાવાદ ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં સુરત ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દિપકભાઈ દૂધવાળાએ ગુજરાત ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ તરીકે પરીમલ નથવાણીના નામની દરખાસ્ત કરી હતી, જેને સભામાં ઉપસ્થિત તમામ ફૂટબોલ એસોસિએશનના ના પ્રતિનિધિઓએ વધાવી લઇ સર્વાનુમતે અગામી ચાર વર્ષ માટે ૨૦૨૫ સુધી પ્રમુખ તરીકે પરિમલ નથવાણી ની નિમણૂક કરવામાં આવી […]
ગુજરાતની સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી
આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની સૈદ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને તેમજ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી અંજુ શર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાતમાં કાર્યરત નિરમા […]