ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (આઈએમએ) ગુરુવારે યોગ ગુરુ રામદેવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એલોપેથી પર તેમની ‘અયોગ્ય અને ખોટી રજૂઆત’ અંગે એફઆઇઆર નોંધાવાની માંગ કરવામાં આવી હતી. આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવેલી ફરિયાદમાં મુખ્ય મેડિકલ સંસ્થાએ જણાવ્યું છે કે, બાબા રામદેવે કોરોના દર્દીઓની સારવાર માટે સ્થાપિત અને માન્ય પદ્ધતિઓ અને દવાઓ અંગે ઇરાદાપૂર્વક અને જાણી જોઈને ખોટી અને પાયાવિહોણી માહિતી ફેલાવી હતી.દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી છે અને આ અંગે તપાસ ચાલી રહી છે. 9મી મેના રોજ આઇએમએની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સ્વામી રામદેવે કોરોનાની પરિસ્થિતિનો લાભ લેવા માટેના ઉદ્દેશ્યના હેતુ જાહેર પ્લેટફોર્મ પર એલોપેથીક દવાઓ અને અન્ય સંલગ્ન કોરોના વાયરસ માટે આધુનિક વિજ્ઞાનની સારવાર તકનીકોના સંદર્ભમાં અપ્રમાણિક અને ખોટી રજૂઆતો કરી હતી.તેમણે જણાવ્યું કે, આ વીડિયો તમામ સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો હતો. આઇએમએએ આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી હતી કે, યોગ ગુરુ રામદેવને રસીકરણ અભિયાન અંગેના કથિત ખોટી માહિતી અને કોરોનાની સારવાર માટે સરકારી પ્રોટોકોલને પડકારવા બદલ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે.મુખ્ય મેડિકલ સંસ્થાએ પણ રામદેવને એલોપેથી અને એલોપેથિક પ્રેક્ટિશનરો વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરવા બદલ માનહાનિની નોટિસ ફટકારી હતી અને તેમને નોટિસ મળ્યાના 15 દિવસની અંદર માફી માંગવા અથવા રૂ.1,000 કરોડનું વળતર ચૂકવવાની માંગ કરી હતી.
Related Articles
ભારતમાં રોજનું દોઢ કરોડ લોકોનું વેક્સિનેશન : નરેન્દ્ર મોદી
ભારત દેશભરમાં કોવિડ-૧૯ની રસીના રોજના ૧.૧પ કરોડ ડોઝ લોકોને મૂકે છે એમ વડાપ્રધાન મોદીએ આજે જણાવતા કહ્યું હતું કે આ આંકડો કેટલાક દેશોની સમગ્ર વસ્તી કરતા પણ મોટો છે. હિમાચલ પ્રદેશમાં રસી લેવાલાયક તમામ વસ્તીને કોવિડની રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો તે પ્રસંગે આ રાજ્યની પ્રજાને સંબોધન કરત મોદીએ કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં […]
રસીકરણની નિતીમાં અદાલતી હસ્તક્ષેપને અવકાશ નથી : કેન્દ્ર
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ રસીકરણ માટેની પોતાની નીતિને વાજબી ગણાવી છે અને કહ્યું છે કે રોગચાળા સામેનો તેનો પ્રતિસાદ અને વ્યુહરચના સંપૂર્ણપભણભે નિષ્ણાત તબીબી અને વૈજ્ઞાનિક અભિપ્રાયોથી દોરવાયેલ છે જેમાં અદાલતી હસ્તક્ષેપને ભાગ્યે જ કોઇ અવકાશ છે, કેન્દ્રે એ બાબત પર ભાર મૂક્યો હતો કે તમામ વયજૂથના નાગરિકોને દેશભરમાં મફત રસી મળશે. વૈશ્વિક રોગચાળામાં, […]
અમીત શાહે ગુજરાતમાં ગર્ભવતી માટે શરૂ કરી લાડુ વિતરણ યોજના
સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહ (AMIT SHAH) ગુજરાત પહોંચ્યા હતાં. અહીં તેમણે તેમના સંસદીયક્ષેત્ર ગાંધીનગરમાં ગર્ભવતી મહિલાઓ માટે લાડુ વિતરણ યોજના શરૂ કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે, દેશ ત્યાં સુધી આગળ નહીં વધી શકે જ્યાં સુધી બાળકો અને ગર્ભવતતી માતા સંપૂર્ણ રીતે સ્વસ્થ નહીં થઇ જાય. તેમણે […]