દમણમાં ભારે વરસાદની આગાહી, વલસાડના ગરનાળામાં પાણી ભરાયાં

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મેઘરાજા રિસાઈ ગયા હતા. બે-ત્રણ દિવસથી જિલ્લાના અમુક વિસ્તારોમાં મેઘાની રિમઝીમ સવારી ફરતી રહી છે. જોકે, મંગળવારે સાંજે 4 થી 6 દરમિયાન માત્ર 2 કલાકમાં જ 3 ઈંચ વરસાદ વરસતાં મેઘાએ વાપીમાં ધણધણાટી બોલાવી દીધી હતી. બાકીના તાલુકામાં વલસાડ(VALSAD) 1.5 ઈંચ, ઉમરગામમાં 2 ઈંચ અને કપરાડામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વલસાડના છીપવાડ અને મોગરાવાડી ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ પડી હતી. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણમાં ફરી એક વાર મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં લોકોએ આકરા બફારામાંથી રાહત અનુભવી છે. છેલ્લા 10 દિવસથી પ્રદેશમાં છૂટા છવાયા વરસાદ વચ્ચે ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું હતું. ત્યા

રે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ(DAMAN) અને દાનહ તથા મહારાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે એ પ્રમાણેની આગાહી કરતાં વહેલી સવારથી જ પ્રદેશમાં ડાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જ્યાં બપોર બાદ મેઘરાજા મનમૂકીને વરસતાં પ્રદેશમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. દમણમાં સવારે 8 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધીમાં 1.5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *