વલસાડ એલસીબીએ ચોરીની ચાર બાઇક સાથે બે ને ઝડપી લીધા

વલસાડ એલસીબીની ટીમ વાપી ખાતે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી બે ઈસમને ચોરીની 4 બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. એલસીબી પોલીસે 4 બાઈક સાથે ઝડપાયેલા આ બે ઈસમને ડુંગરા પોલીસ મથકે વધુ તપાસ અર્થે ધકેલી દીધા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના કોચરવા નહેર રોડ પાસે વલસાડ એલસીબી ટીમ મિલ્કત સબંધી કેસ માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે આકાશ ઉર્ફે ગોલ્ડન કૈલાશ ધારૂ (હરિજન) રહે.કચીગામ, રઘુભાઈની ચાલ, દમણ અને આદર્શ ઉર્ફે જગ્ગુ ઉર્ફે આકાશ સુરેશ કો.પટેલ રહે.કોળીવાડ-વાપીની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 4 મોટરસાઈકલ કિં.રૂ.1,25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આકાશ ઉર્ફે ગોલ્ડન કૈસાશ ધારૂએ જણાવ્યું કે, આ ચારેય બાઈક તેના મિત્ર સંતોષ એ ચોરી કરી તેને વેચવા આપી હતી. જેમાંથી એક બાઈક તેણે આદર્શ ઉર્ફે જગ્ગુને વેચાણથી આપી હતી. આકાશ કૈલાશ ધારૂ વાપી ટાઉન પોલીસ મથકમાં તેના વિરૂધ્ધ નોંધાયેલા દારૂના એક કેસમાં વોન્ટેડ હતો. એલસીબી પોલીસની ટીમે દારૂના કેસમાં વોન્ટેડ આરોપને 4 બાઈક સાથે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આ બે આરોપીને 4 બાઈક સાથે ડુંગરા પોલીસ મથકને સોંપતા વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *