વ્યારા સહિત સમગ્ર તાપી જિલ્લામાં ગણેશ મહોત્સવનો શુક્રવારે ગણેશ ચતુર્થીથી પ્રારંભ થયો છે. વિઘ્નહર્તાની મૂર્તિઓની કોરોના ગાઇડલાઇન સાથે જાહેર સ્થળોએ તેમજ ઘરેઘરે સ્થાપના કરાઇ છે. ગણપતિ બાપા મોરયાના નાદ સાથે વાજતેગાજતે અને ભક્તિભાવપૂર્વક તાપી જિલ્લામાં 103થી વધુ નાની ગણપતિ બાપાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગત વર્ષે કોરોનાની મહામારીને લઈ વિઘ્નહર્તાની ઉજવણીને જ ગ્રહણ નડ્યું હતું. જેથી આ વર્ષે છૂટછાટને લઈ સમગ્ર તાપી જિલ્લામાં ગણેશજીના પંડાળ-મંડપ જોવા મળી રહ્યા છે. આ વર્ષે સંક્રમણ હળવું થતાં અને થોડીઘણી છૂટછાટો મળતાં ગણેશ મહોત્સવના આયોજનથી ભાવિકોનાં હૈયાં હરખાઇ ઊઠ્યાં છે. દરરોજ સવાર-સાંજ આરતી, ધૂન, ભજન, સંગીત સહિતના ભક્તિના કાર્યક્રમો યોજાશે. છેલ્લે દિવસે વાજતેગાજતે વિસર્જન યાત્રા યોજી અશ્રુભીંની આંખે ભક્તો દ્વારા સમાપન કરાશે.
Related Articles
રેમડેસિવિરનું વિતરણ કરવા બદલ c.r.patil સામે હાઇકોર્ટમાં રિટ
ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના […]
ગુજરાતમાં એક જ દિવસમાં 67નાં મોત
રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દિવસે દિવસે કેસમાં વિક્રમજનક ઉછાળો થઈ રહ્યો છે. તેની સાથે મૃત્યઆંકમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મંગળવારે એક જ દિવસમાં સુરતમાં 22 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ67 દર્દીઓએ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 6690 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 69 દર્દીઓએ […]
વાવાઝોડાએ ગુજરાતમાંથી લીધી વિદાય
સોમવારથી ગુજરાતમાં (Gujarat) તણાવ ઉત્પન્ન કરનાર Tauktae વાવાઝોડા (Tauktae Cyclone) આખરે રાજ્યમાંથી વિદાય લેતા લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. મોટાભાગે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આ વાવાઝોડું ગયું હતું એટલે તંત્ર પણ સજ્જ થતાં મોટી જાનહાની થઇ નથી. સોમવારે રાતે જ્યારે દિવ, ઉના, ગીર અને અમરેલી જિલ્લામાંથી આ વાવાઝોડું પસાર થયું ત્યારે પવનની ઝડપ […]