નવસારીના વિરાવળમાંથી કૂટણખાનું ઝડપાયું

મોટા શહેરોમાં ચાલતી કૂટણખાનાની બદી નાના શહેરો બાદ હવે જુદા જુદા ટાઉનમાં પણ પહોંચી ગઇ છે. આવુ જ એક કૂટણખાનું નવસારીમાંથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગૃપે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરીને બે જણાને ઝડપી લીધા હતા. આ ગોરખધંધામાં સંડોવાયેલા અને નવસારીના વિરાવળ માં કૂટણખાનું ચલાવતા એક ગ્રાહક અને એક દલાલને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. અહીં જે કૂટણખાનું ચાલતું હતું તેનાથી આસપાસના રહીશો પણ કંટાળી ગયા હતા. આ દરોડા દમરિયાન લલનાઓ પકડાઇ છે કે કેમ તે અંગે હજી સુધી પોલીસે કોઇ જાણારી આપી નથી પરંતુ પોલીસે એક એપોર્ટમેન્ટમાંથી બે જણાને ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસે પણ આ જ પ્રકારની એક કાર્યવાહીમાં વિદેશી લલનાઓને ઝડપી પાડી હતી. સુરતના ખટોદરા પોલીસ મથકની આવેલા એક સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. વેસુ વિસ્તારમાં ચાલતા એક કૂટણખાનામાંથી પોલીસે 9 લલનાઓને ઝડપી લીધી હતી. સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે આ તમામ લલનાઓ થાઇલેન્ડની હતી અને ટુરિસ્ટ વિઝા પર આવીને અહીં ગોરખધંધા ચલાવતી હતી. સ્પા સંચાલક અને તેના મેનેજરની સાથે અહીંથી છ જેટલા કાપડના વેપારીઓની પણધરપકડ કરી હતી જે શરીરસુખ માણવા માટે આ સ્પામાં આવ્યા હતા. અહીં થાઇલેન્ડથી આવેલી લલનાઓને માસિક રૂપિયા 20 હજાર ચૂકવવામાં આવતાહતા તેમજ ગ્રાહક દીઠ 1000 વસૂલી 500 રૂપિયા સંચાલક રાખતો હતો તેમજ 500 રૂપિયા લલનાને ચૂકવવામાં આવતા હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે આ તમામ લલનાઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના જામીન નકારી કાઢ્યા હતા. સુરતમાં કુટણખાનું ઝડપાયા બાદ ગણતરીના દિવસોમાં જ નવસારીના એક એપાર્ટમેન્ટમાંથી કૂટણખાનું ઝડપાતા ભારે ચકચાર મચી ગઇ છે. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કૂટણખાનું કેટલા સમયથી ચાલતું હતું અને આ ગોરખધંધામાં કેટલા ગ્રાહકો આવતા હતા તેમજ અન્ય કોઇની સંડોવણી છે કે, કેમ તેની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *