ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઈને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં શિવઘાટમાં એસટી બસ ભેખડ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાત્રીનાં અરસામાં ગાંધીનગર તરફથી આહવા આવી રહેલી ગાંધીનગર-આહવા એસટી બસ ન. જી.જે. 18 ઝેડ 7509 જે મળસ્કે 4.30 વાગ્યાનાં અરસામાં વઘઇથી આહવાને જોડતા રાજ્યધોરી માર્ગનાં શિવઘાટમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ભેખડ સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાલક ક્લીનર સહિત એસટી બસમાં સવાર 10 મુસાફરોનો ચમત્કારીક બચાવ થયો હતો. જ્યારે એસટી બસને નુકસાન થયું હતું.
