ચેમ્બર ઓફ કોમર્સના પ્રદર્શનનું મંત્રી દર્શના જરદોષ ઉદ્ઘાટન કરશે

ભારતમાં સૌપ્રથમ વખત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૧થી ૧૩ સપ્ટેમ્બર ર૦ર૧ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એક્ઝિબિશનન– ર૦ર૧’નું આયોજન કરવામાં આવ્યું છે.આ એક્ઝિબિશનનું ઉદ્દઘાટન કેન્દ્રના ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે કરવામાં આવશે. આ એક્ઝિબિશનનમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તથા સાંસદ સી. આર. પાટીલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજરી આપશે. ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલના સેક્રેટરી યુ.પી. સિંઘ ટેક્સટાઇલ કમિશનર રૂપ રાશી કોન્સ્યુલેટ જનરલ ઓફ રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા – મુંબઇ ખાતેના કોન્સુલ જનરલ આગુસ પી. સાપ્તોનો અને ફિયાસ્વી તેમજ સાસ્કમાના ચેરમેન ભરત ગાંધી ઉદ્‌ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે. આ પ્રદર્શનનો હેતુ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્સટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. અહીં ર૦૦૦ ચોરસ મીટરમાં પીલરલેસ એસી હોલમાં ૧રપ જેટલા એક્ઝિબિટર્સર્સે ભાગ લેશે.

પત્રકાર પરીષદને સંબોધતા ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત યોજાનાર ‘વિવનીટ એક્ઝિબિશનન’ એ વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો છે. આ એક્ઝિબિશનનમાં ભાગ લેનારા આ તમામ કેટેગરીના ઉદ્યોગકારો વિવનીટ પ્રદર્શનના માધ્યમથી હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે. આ પ્રદર્શન થકી એક્ઝિબિટર્સર્સને વુવન, નીટેડ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ, ઇન્ડસ્ટ્રિયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટેની ઉત્તમ તક મળી છે. મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એક્ઝિબિશનન હશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્‌સ અને ટેકનિકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે ‘વિવનીટ એક્ઝિબિશનન’સુરતનું સૌપ્રથમ એવું એક્ઝિબિશનન બની રહેશે કે જેમાં યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેકનિકલ ટેક્સટાઇલ અને નેરો ફેબ્રિકસના ઉત્પાદકો ભાગ લેનારા છે. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ તમામની મુલાકાતથી એક્ઝીબીટર્સને સ્થળ પર બિઝનેસ મળી રહેશે. ચેમ્બરની વિવનીટ કમિટિના ચેરમેન મયુર ગોળવાળાએ જણાવ્યું હતું કે આ એક્ઝીબીશન ઇન્ડોનેશિયા, યુકે અને દુબઇના બાયરો સુરત આવી રહ્યાં છે. પ્રદર્શનમાં ઓસ્ટ્રેલિયાનું ટેન્સલ લકસ યાર્નમાંથી બનેલા વિગન સિલ્ક ફેબ્રિક આકર્ષણનું કેન્દ્ર બનશે. તે ઉપરાંત એક્સપોર્ટ ક્વોલિટીનું એકસ્ટ્રા લાઇટ ફાસ્ટનેસવાળું સુરતમાં ઉત્પાદિત થયેલું કાપડ પણ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે, જે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પત્રકાર પરિષદમાં ચેમ્બરના તત્કાલિન પ્રમુખ દિનેશ નાવડિયા, ચેમ્બરના સેક્રેટરી દિપક શેઠવાલા, વિવનીટ કમિટિના દિપપ્રકાશ અગ્રવાલ અને ભાદાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *