ગણેશ વિસર્જનના દિવસે સુરતના આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ રહેશે

આગામી તારીખ 19 સપ્ટેમ્બર અને રવિવારના રોજ ગણેશોત્સવના તહેવાર નિમિતે મોટી સંખ્યામાં ગણપતિની મુર્તિઓનું વિસર્જન કરવા શહેરના જુદાજુદા વિસ્તારમાંથી સરઘસ નીકળતા હોય છે. સુરત શહેરના રાજમાર્ગ ઉપરથી કૃત્રિમ ઓવારામાં ગણપતિજીની મુર્તિઓનુ વિસર્જન કરવામાં આવનાર છે. આ સંજોગોમાં ટ્રાફિક નિયમન સરળતાથી થાય , કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.તે મુજબ. તા .19 / 09 / 2021 નાં રોજ ગણપતિ વિસર્જન દરમિયાન સવારે સાત વાગ્યાથી ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કાર્ય પૂર્ણ નહીં થાય ત્યા સુધી, રાજમાર્ગ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ રહેશે. તેમજ પ્રતિબંધ મુકવામાં આવેલા માર્ગોનો વાહન વ્યવહાર વૈકલ્પિક માર્ગેથી પસાર થઇ શકશે .રાજ માર્ગ પર સ્ટેશનથી ચોકબજાર સુધીનો ટ્રાફિક દિલ્હીગેટ ચાર રસ્તાથી લીનીયર બસ સ્ટેશન, ફાલસાવાડી સર્કલ, રિંગ રોડ થઇ જશે . રાજમાર્ગ ઉપર ખુલતી ગલીઓનો વાહન વ્યવહાર આંતરિક રસ્તાઓ તથા ચૌટાબજાર બ્રીજ નીચેથી બન્ને તરફ જઇ શકશે . અન્ય વાહનો સરદાર બ્રીજ તથા જીલાણી બ્રીજનો ઉપયોગ કરી શકશે . તથા આંતરિક ગલીઓનો ઉપયોગ કરી રિંગરોડ તરફ જઇ શકશે .

મકકાઇપુલ તથા સરદારબ્રીજ જીલાણી બ્રીજનો ઉપયોગ કરી કતારગામ રાંદેર અને રિંગ રોડ તરફ જઇ શકશે . કાસકીવાડથી આંતરિક ગલીઓનો ઉપયોગ કરી દિલ્લીગેટ તથા રિંગ રોડ તરફ જઇ શકશે . આ વાહનો નવસારી બજાર ચારરસ્તાથી હનુમાન ચારરસ્તા, ગોપીપુરા ચોકી, ખપાટિયા ચકલા, ચૌટાપુલ નીચે થઇ નાણાવટ થઇ મુગલીસરા તરફ જશે . સચિન સુડા આવસ માર્ગનો ટ્રાફિક તુલસી હોટેલ સચિનથી નવસારી રોડ તરફ ડાયવર્ટ કરાશે.ભગવાન નગર સરથાણા જકાતનાકા તરફના બંધ માર્ગનો ટ્રાફિક લટુરિયા રોડથી સીમાડા રોડ થઈ વિટી નગર થઈ નવજીવન સર્કલ તરફ જશે.સિંગણપોર ચારરસ્તાનો ટ્રાફિક કંથારિયા હનુમાન ચોકથી ડભોલી બ્રિજ તરફ જઈ શકશે.પંડોલ. ફૂલવાડીનો ટ્રાફિક જીલાની બ્રિજ થઈ જશે ગજેરા સર્કલથી લંકા ઓવારા સુધીનો ટ્રાફિક મેઈન રોડ થઈ ડાયવર્ટ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *