રાજ્યમાં વધતા જતા કોરોનાના કહેરના પગલે સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં હવે લગ્ન સમારંભો માટે Digital gujarat પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરાયું છે.રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે લગ્ન સમારંભમાં 50 લોકોની જ છૂટ આપવામાં આવી છે. હવે દરેક લગ્ન સમારંભનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન ઓનલાઈન થઈ શકશે. તેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત 20 શહેરોમાં રાત્રે 8 થી 6:00 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.આશિષ ભાટિયાએ વધુમાં લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે રેમડેસિવિર અને ટોસિમીઝુબેમ ઇન્જેક્શન કોઈ એમઆરપી કરતા વધુ ભાવ વેચશે, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ આવું કરતાં માલુમ પડે તો 100 નંબર ઉપર ફોન કરી તેની જાણ કરી શકે છે. પોલીસ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરશે.
Related Articles
પાનવાલા પરિવાર ચા પ્રથમેશ્વર, જહાંગીરાબાદ સુરત
સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં ઉગત કેનાલરોડ પર રેડિયન્ટ ઇંગ્લિશ સ્કૂલ પાસે પ્રભુદર્શન સોસાયટીમાં રહેતાં પ્રશાંત બાલકૃષ્ણ પાનવાલાએ ભગવાન શિવજી અને પહાડીના કુદરતી દ્રશ્યનો સેટ ઉભો કર્યો છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
ઉમરપાડાના ચોખવાડા ખાતે કપાસ પાક પરિસંવાદ યોજાયો
સુરતના મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને SRL પ્રોજેકટ-કેર ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી ડો.એસ.આર.ચૌધરીના અધ્યક્ષસ્થાને ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ‘કપાસ પાક પરિસંવાદ’ યોજાયો હતો. જેમાં ૪૦૦ જેટલા ખેડૂતોએ ભાગ લઈને કપાસ વાવેતરની આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે જાણકારી મેળવી હતી.નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.સી.કે.ટીંબડીયાએ […]
રાજ્યમાં 2 સપ્ટેમ્બરથી ધો. 6 થી 8ના વર્ગો શરૂ થશે
રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થવાને પગલે રાજ્યમાં તબક્કાવાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે. આગામી 2 સપ્ટેમ્બર-21થી રાજ્યભરની શાળાઓમાં 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 20 હજારથી વધુ સરકારી શાળાઓ સહિત ધોરણ-6 થી 8ના વર્ગો ધરાવતી કુલ 30 હજારથી વધુ શાળાઓના 32 લાખ જેટલા બાળકોનું વર્ગખંડ શિક્ષણકાર્ય શરૂ થશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ […]