ભારત સરકારના નવનિયુક્ત રાજ્યકક્ષાના રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશની જન આશીર્વાદ યાત્રા આજે નવસારી જિલ્લામાં આવી પહોંચી હતી. નવસારી જિલ્લાના પ્રવેશદ્વાર બલવાડા ગામ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ ઉપસ્થિત રહી યાત્રામાં જોડાયા હતા. જન આશીર્વાદ યાત્રાનું બીલીમોરા શહેર અને ગણદેવી શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યાત્રા નવસારીના બી.આર. ફાર્મ ખાતે પહોંચી હતી. જ્યાં સભામાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જિલ્લામાં વિવિધ સમાજ અને વેપારી મંડળ દ્વારા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશનું અભિવાદન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે સભાને સંબોધી હતી. આ તબક્કે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી ઉષાબેન પટેલ, રણજીતભાઈ ચીમના ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી અશ્વિનભાઈ પટેલ ,ભગુભાઈ પટેલ અને જીગ્નેશભાઈ નાયક તેમજ જિલ્લાના વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
ડાંગની એકલવ્ય સ્કૂલમાં ધો. 11ના માત્ર 30 વિદ્યાર્થી
ડાંગ જિલ્લામાં ધોરણ-10 એસ.એસ.સી બોર્ડની માસ પ્રમોશન પ્રણાલી માથાનાં દુઃખાવો સમાન બની. ડાંગ જિલ્લામાં ધોરણ 11 નાં વર્ગોની ઘટનાં પગલે અંદાજીત 654 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બનતા આ આદિવાસી વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક ભાવિ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી પરીક્ષાનાં પરિણામમાં માસ પ્રમોશન જાહેર કરાયું છે. તેવામાં ડાંગ જિલ્લામાંથી એસ.એસ.બોર્ડની […]
બીલીમોરામાંથી દારૂની કાર સાથે મહિલા ઝડપાઇ
નવસારી એલ.સી.બી. પોલીસે બીલીમોરા (BILIMORA) ગાયકવાડ મીલચાલ પાસેથી 30 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે મહિલાને ઝડપી પાડી હતી. જ્યારે કાર ચાલક અને દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસને શંકા જતા એક વેગેનાર કાર નં. જીજે 15 ડીડી 1628 ઉભી રાખવાની કોશિશ કરી હતી. […]
બીલીમોરાનું ગરનાળું પાણીમાં ગરક
ગણદેવી તાલુકા સહિત બીલીમોરામાં ધોધમાર પડી રહેલા વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું છે. વિતેલા 24 કલાકમાં 159 એમએમ એટલે કે 6.36 ઇંચ વરસાદ પડવા સાથે સૌથી વધારે ગુરુવારે મળસ્કે થી 4 સવારે 8 દરમિયાન 5 કલાકમાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. જેને લીધે બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. ચોમાસાની ઋતુનો અસલ મિજાજ ચોમાસું […]