નારગોલ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ શક્તિસિંહ ઝાલાએ મરોલી ગામની વિલેજ વિઝીટ કરી આગેવાનો સાથે બેઠક કરી હતી અને કોરોના મહામારીમાં તકેદારી રાખવા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા લોકોને સમજણ આપી હતી. સામાન્ય ઝઘડાઓનો નિકાલ આગેવાનો વચ્ચે પડીને સમજાવટ કરે તે માટે સૂચન કર્યું હતું અને દારૂ-જુગારના દૂષણોથી લોકો દૂર રહે ગામમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય એની સમજણ આપી હતી, રખડતા ઢોરના કારણે રસ્તા ઉપર વધતા અકસ્માતના બનાવ રોકવા પંચાયત ધ્યાન આપે એમ પણ જણાવ્યું હતું. મરોલી ગામ દરિયા કિનારે આવેલ હોય કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
Related Articles
દમણમાં ધો. 6 થી 8ના વર્ગો હવે શાળામાં શરૂ થશે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ(DAMAN) -દિવમાં અસરકારક પગલા લેવાતાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્રણેય પ્રદેશમાં સામાજીક, શૈક્ષણિક, ખેલ, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજનીતિ સમારોહ અને અન્ય સભાઓને બંધ અને ખુલ્લી બંને જગ્યાઓ પર 300 વ્યક્તિઓને અનુમતિ આપવામાં આવશે, જેના માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત છે. 100 વ્યક્તિથી વધુ લોકો માટે […]
દમણમાં ટ્રકની અડફેટે 9 વર્ષના બાળકનું મોત
દમણનાં ડાભેલમાં આવેલા ઘેલવાડ ફળિયાનાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે અમ્રતભાઈની ચાલમાં રહેતા હનુમાન તિવારીનો 9 વર્ષિય પુત્ર રાજ હનુમાન તિવારી મંગળવારે રાત્રે રસ્તા પર સાઈકલ ચલાવી રહ્યો હતો. એ દરમ્યાન કંપનીમાંથી માલ ભરીને ટ્રક નં. DD-03-L-9748 નો ચાલક પૂરપાટ ઝડપે ટ્રકને હંકારીને જઈ રહ્યો હતો. જ્યાં ચાલકે સાઈકલ ચલાવતા બાળકને અડફેટે લેતા બાળક […]
ઉમરગામમાં સોળસુંબા ડીજીવીસીએલ સબ ડિવિઝનની કચેરીનું લોકાર્પણ
ડીજીવીસીએલ ઉમરગામ સબ ડિવિઝનનનું વિભાજન કરી સોળસુંબા સબ ડિવિઝન કચેરી અલગ કરાતા ઉમરગામ નવી જીઆઈડીસી ભાવિકા કોમ્પલેક્ષ ખાતે કચેરીનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું. નવી કચેરી ખાતે ભગવાન સત્યનારાયણની પૂજા કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સબ ડિવિઝનમાં દેહરી ગોવાડા દહાડ ભાટીકરમબેલી હુંમરણ સોળસુંબા પળગામ ટીંભી […]