શહેરના વરિયાવ ખાતે રહેતી બે સંતાનોની માતા સાથે તેના પતિના મિત્રએ ગઈકાલે રાત્રે બે વાગે ઘરમાં ઘૂસી બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ આ અંગે તેના પતિને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. અમરોલી કોસાડ આવાસમાં રહેતો 20 વર્ષીય સોહેલ ઉર્ફે જનતા ઇબ્રાહીમ પટેલ જનતા માર્કેટમાં પિતાની મોબાઈલની દુકાનમાં બેસે છે. સોહેલનો મિત્ર વરિયાવમાં રહે છે. સોહેલે ગઈકાલે રાત્રે બે વાગે મિત્રને ફોન કરીને ઘરની નીચે આવવા કહ્યું હતું. સોહેલ પહેલાથી જ તેના ઘરના ત્રીજા માળે જઈને બેઠો હતો. સોહેલને ફોન કરીને નીચે બોલાવી થોડીવારમાં આવુ છું કહીને પોતે ઘરમાં ઘૂસી ગયો હતો. બે સંતાનોની માતા પરિણીતાને તેનો પતિ હશે તેમ સમજી દરવાજો ખોલતાની સાથે સોહેલ તેને રૂમમાં લઈ જઈ પરિણીતાનું ગળુ દબાવ્યું હતું. અને મરજી વિરૂધ્ધ જબરદસ્તી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી સોહેલ ભાગી ગયો હતો. અને બાદમાં મિત્રને ફોન કરીને તેની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની જાણ કરી હતી. આ ઘટના બાદ પરિણીતાએ તેના પતિ અને સાસુની સાથે મળી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.




