એક વર્ષથી અલગ રહેતી પત્નીને પતિએ બહાર ફરવા જવાનું કહ્યું હતું, પત્નીએ ના પાડતા પતિ ઉશ્કેરાયો હતો અને ‘તારે મારી સાથે નથી રહેવું તો તને જીવતી નહીં રહેવા દઇશ’ કહીને તેણીને ગળાના ભાગે બ્લેડ મારી દીધી હતી. અમરોલી છાપરાભાઠા શ્રીરામનગર સોસાયટીમાં ફોઇ-ફૂવાના ઘરે રહેતી 21 વર્ષિય પાયલબેનના પ્રેમલગ્ન 2016માં સૌરાષ્ટ્રના રાજુલા ગામે મંદિરમાં રવિભાઇ વરિયાની સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. જેથી પાયલ સુરતમાં ફોઇ-ફૂવાના ઘરે આવી હતી. છેલ્લા એક વર્ષથી બંને અલગ રહેતા હતા. પાયલબેનએ પોતાનો મોબાઇલ નંબર પણ બદલી નાંખ્યો હતો. બીજી તરફ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા રવિએ પાયલનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. રવિ સુરત આવ્યો અને પાયલને મળ્યો હતો, પાયલને બહાર ફરવા જવાનું કહીને વાત કરવા જણાવ્યું હતું. પરંતુ પાયલે બહાર આવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેથી રવિ ઉશ્કેરાયો હતો. રવિએ પાયલને કહ્યું કે, ‘ચાલ તું મારી સાથે, હું તને લેવા માટે આવ્યો છું, અને જો તું મારી સાથે નહીં આવી કે મારી સાથે નહીં રહીશ તો તને જીવતી મારી નાંખીશ’ કહીને પાયલને ગળાના ભાગે બ્લેડ મારી દીધી હતી. આરોપી રવિ વરિયા સામે અમરોલી પોલીસમાં હત્યાના પ્રયાસની ફરિયાદ પણ નોંધાઇ હતી.
Related Articles
ઉપરવાસમાં વરસાદ થતાં ઉકાઇ ડેમમાં 17000 ક્યુસેક પાણીની આવક
સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સતત છેતરી રહ્યો છે. જયારે ઉકાઇ ડેમ(UKAIDAM)ના ઉપરવાસમાં વરસાદ દેમાર ઝીંકાઇ રહ્યો છે. ઉકાઇ ડેમના તંત્રવાહકોએ જણાવ્યું હતું કે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વિતેલા ચોવીસ કલાકમાં અલગ અલગ ગેજ સ્ટેશન ઉપર ભારે વરસાદ પડ્યો છે. જેમાં ટેસ્કામાં અઢી ઇંચ, લખપુરીમાં ચાર એમએમ, ચીખલધરામાં અઢી ઇંચ, ગોપાલખેડામાં દસ એમએમ, દેડતલાઇમાં બે […]
વિજય રૂપાણીના પાંચ વર્ષની સફળતા માટે સીઆર પાટીલે આ વાત કહી
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ભાજપ સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે તેની સિદ્ધીઓની ઉજવણી આજથી શરૂ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં યોજાયેલા સમારંભમાં રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સફળ શાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાની કોઇ ઉજવણી નહીં, પરંતુ જનસેવા કાર્યોનો સેવાયજ્ઞ આપણે આદર્યો છે.કોંગ્રેસનું નામ લીધા વિના તેમણે કહયું હતું કે વિકાસ યજ્ઞનો કોંગ્રેસનો […]
રાજ્યમાં વધુ 180નાં મોત
રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 14,327 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 180 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 25નાં મોત સાથે રાજ્યમાં કુલ 180નાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 7010 થયા છે.સુરત શહેરમાં 18, વડોદરા શહેરમાં 11, રાજકોટ શહેરમાં 13, જામનગર શહેરમાં […]