શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનો વિવાદ હજુ હમણા થયો હતો. ત્યાં શિક્ષણ વિભાગ દ્વારા 6થી 8 કલાક માટે કામ કરવાનો પરિપત્ર રદ કરી દેવામાં આવ્યો છે. શિક્ષકો આ પરિપત્ર માટે આંદોલનના માર્ગે ચાલી રહ્યાં છે, તેમાં કોંગ્રેસ પણ જોડાયું નથી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો કે શિક્ષકોના કામ કાજના સમયમાં ઘટાડો કરવો જોઈએ. શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઓફિસના કર્મચારીઓ માટે 11થી 5 સુધીનો સમય હોય છે, ત્યારે શિક્ષકોનો સમય સવારે 9.30 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી કરાયો હતો. જો કે કોંગ્રેસના વિરોધ વચ્ચે સરકારે યુ ટર્ન લીધો છે. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહયું હતું કે શિક્ષકોએ હવે 6 કલાક જ કામ કરવાનું છે.આ બાબતે જે પરીપત્ર કરાયો હતો તે રદ કરી દેવાયો છે.
