ગણદેવી પીપલ્સ બેંકનો વાર્ષિક અહેવાલ સભાસદોના ઘરે પહોંચાડાશે

ગણદેવી પીપલ્સ કો-ઓપરેટિવ બેન્ક(BANK) લિ.ની 70 મી વાર્ષિક સામાન્ય સભા શનિવારે કોળી સમાજની વાડી ખાતે બેંકના પ્રમુખ ગોપાલ ગોહિલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. એજન્ડા ઉપરના સાત કામો ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. સભામાં ઉપસ્થિત સભાસદોના પ્રશ્નોના યોગ્ય જવાબો બેંક તરફથી આપવામાં આવ્યા હતા. આ બેંકે વર્ષ દરમિયાન થાપણમાં ૧૧.૬૫ ટકાનો અને ધિરાણમાં ૧૬. ૮૨ ટકાનો વધારો કરાયો છે. વર્ષ દરમિયાન બેન્કે ૨૭૬. ૮૪ લાખનો ચોખ્ખો નફો કરી પ્રગતિના નવા સોપાનો પાર કર્યા છે. બેંકની હેડ ઓફિસ માટે જમીન ખરીદીનું કામ પૂર્ણ થયું છે. ટૂંક સમયમાં બાંધકામની શરૂઆત કરવામાં આવશે. આ બેંક તેના ગ્રાહકોને ટૂંક સમયમાં મોબાઈલ મની ટ્રાન્સફર કરવાની સગવડ આપવામાં આવશે. આ બેંક સભાસદો(MEMBER)ને વિનામૂલ્યે બ્લડ આપવાનું કામ કરી આરોગ્યલક્ષી સેવા પૂરી પાડે છે.ગણદેવી(GANDEVI) તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ ગોવિંદ પટેલે સભામાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સૂચન કર્યું હતું કે, બેંકના સભાસદોના માટે ચૂંટણી ઠોકી બેસાડી બિનજરૂરી વૈમનસ્ય ઉભુ કરવાની ચેષ્ટા નહીં કરી તમારી સત્તાનો ઉપયોગ કરી ગમે તે બે સભાસદોને કોઓપ્ટ કરી ખાલી પડેલ જગ્યા ભરવી. બેંકના સક્રિય સભાસદ ધર્મેશ પટેલે આ વાતને સમર્થન આપી ખાલી પદો ભરવા જણાવ્યું હતું. બેંકના જાગૃત સભાસદ રમણ પટેલે સામાન્ય સભામાં સભાસદોની પાંખી હાજરીનો ઉલ્લેખ કરી મોટાભાગના સભાસદોને બેન્કની સામાન્ય સભાની જાણ થતી નથી. જેથી બેંકનો વાર્ષિક અહેવાલ હિસાબની નકલ સભાસદોને ઘરે પહોંચાડવા વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *