નાણાં મંત્રાલયે ઈન્ફોસિસના એમડી અને સીઈઓ સલીલ પારેખને નાણાંમંત્રી નિર્મલા સીતારમણને સમજાવવા માટે બોલાવ્યા છે કે, ઈનકમ ટેક્સ પોર્ટલમાં લોન્ચ થયાના બે મહિના પછી પણ સમસ્યાઓ કેમ ઉકેલાઈ નથી. પોર્ટલ 21 ઓગસ્ટથી ઉપલબ્ધ નહીં હોવાની હકીકતની નોંધ લેતા, ઇન્ફોસિસના ટોચના એક્ઝિક્યુટિવને સમજાવવા માટે કહેવામાં આવશે કે, શા માટે બહુવિધ અવરોધો તેની સરળ કામગીરીને અટકાવે છે. નાણાં મંત્રાલયે 21/08/2021થી પોર્ટલ ઉપલબ્ધ નહીં હોવાનું માનનીય નાણાંમંત્રીને સમજાવવા માટે 23/08/2021ના રોજ ઈન્ફોસિસના એમડી અને સીઇઓ સલીલ પારેખને બોલાવ્યા છે. કારણ કે, નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ થયાના 2.5 મહિના પછી પણ પોર્ટલમાં રહેલી ખામીઓ કેમ ઉકેલાઇ નથી. નવું આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલે (www.incometax.gov.in) 7 જૂને લોન્ચિંગના દિવસથી જ ધમાકેદાર શરૂઆત કરી હતી. ત્યારબાદ, પોર્ટલ સતત તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.જાન્યુઆરી 2019થી જૂન 2021 વચ્ચે સરકારે પોર્ટલ વિકસાવવા માટે ઇન્ફોસિસને 164.5 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
Related Articles
મધ્ય પ્રદેશ : 860 રેમડેસિવિર ચોરાયા
મધ્ય પ્રદેશમાં સરકાર સંચાલિત હમીદિયા હોસ્પિટલના સ્ટોકમાંથી શનિવારે રેમડેસિવિરના 860 જેટલા ઈન્જેક્શન ચોરાયા હતા. એમ પોલીસે જણાવ્યું હતું.એક અધિકારીએ કહ્યું કે, આ ઘટના પાછળ આંતરિક ભાંગફોડ નકારી શકાય નહીં. ભોપાલના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ઇર્શાદ વાલીએ જણાવ્યું હતું કે, ભોપાલની હોસ્પિટલમાંથી 860 રેમડેસિવિર ઇન્જેક્શન ચોરાયા હોવાનું સામે આવ્યું છે. અમે આ અંગે તપાસ કરી […]
ઇટાલીમાં ત્રણ દિવસનું અને ફ્રાન્સમાં ચાર સપ્તાહનું લૉકડાઉન શરૂ
યુરોપ જ્યારે કોરોનાવાયરસના ત્રીજા મોજા સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ઇટાલીમાં આજથી ત્રણ દિવસનું કડક લૉકડાઉન શરૂ થયું છે જ્યારે ફ્રાન્સમાં ચાર સપ્તાહનું રાષ્ટ્રીય શટડાઉન શરૂ થયું છે. ઇટાલીમાં કોવિડના નવા ૨૦૦૦૦ કેસો નોંધાયા છે જ્યારે ફ્રાન્સમાં પણ ગુડ ફ્રાઇડેના દિવસે ૪૬૦૦૦ નવા કેસો નોંધાયા હતા. આખા ઇટાલીને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે અને […]
કોલકાતામાં મિથુન ચક્રવર્તી સામે હિંસા ભડકાવવાનો આરોપ
કોલકાતા પોલીસે તેમના ભાષણો દ્વારા પશ્ચિમ બંગાળમાં મતદાન પછીની હિંસા ભડકાવવાનો આરોપ લગાવતી ફરિયાદના સંદર્ભે બુધવારે અભિનેતાથી ભાજપના નેતા બનેલા મિથુન ચક્રવર્તીની પૂછપરછ કરી હતી.ઉત્તર કોલકાતાના મણિકટલા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઓનલાઇન પૂછપરછ શરૂ કરી હતી, તેઓ સવારે 10.20 વાગ્યે પુણેમાં હતા. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, અભિનેતાએ 7 માર્ચે ભાજપમાં જોડાયા […]