પાકિસ્તાનમાં આતંકવાદીના આકા હાફિસ સઇદના ઘર નજીક બોમ્બ બ્લાસ્ટ

મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (જેયુડી)ના પ્રમુખ હાફિઝ સઈદના ઘરની બહાર બુધવારે એક શક્તિશાળી કાર બૉમ્બનો વિસ્ફોટ થયો હતો. જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત અને 20 લોકો ઘાયલ થયા હતા. એમ પોલીસે જણાવ્યું હતું. આ વિસ્ફોટ જોહર ટાઉનની બીઓઆર સોસાયટીમાં સઈદના નિવાસસ્થાનની બહાર પોલીસ ચોકી પર થયો હતો. પંજાબ પોલીસ પ્રમુખ ઇનામ ગનીએ સઇદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, હાઇ પ્રોફાઇલ વ્યક્તિના ઘરની બહાર પોલીસ ચોકી ન હોત તો ‘મોટું નુકસાન’ થયું હોત. તેમણે કહ્યું કે, કાર બૉમ્બ બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. પંજાબના ઇન્સ્પેક્ટર જનરલ પોલીસ (આઈજીપી) ગનીએ તેને આતંકવાદી કૃત્ય ગણાવતાં કહ્યું કે, કારમાં વિસ્ફોટક સામગ્રી લગાવાઈ હતી. ઉચ્ચ મૂલ્ય ધરાવતા લક્ષ્યના ઘરની બહાર પોલીસ ચોકી હતી અને કાર પોલીસ ચોકીને પાર કરવામાં અક્ષમ રહી હતી. કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે (સીટીડી) બ્લાસ્ટ સ્થળ અને તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે. તેમણે કહ્યું કે, સીટીડી નક્કી કરશે કે આ આત્મઘાતી વિસ્ફોટ હતો કે નહીં. ગનીએ એવો પણ દાવો કર્યો હતો કે, આ વિસ્ફોટમાં ‘વિરોધી’ ગુપ્તચર એજન્સીઓ સામેલ હોઈ શકે છે. ઘાયલ લોકોને જિન્ના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં છ લોકોની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. જિન્ના હોસ્પિટલના ડો.યાહ્યા સુલતાને જણાવ્યું હતું કે, જેમાં ઇજાગ્રસ્તોમાં પોલીસકર્મીઓ પણ શામેલ છે. હોસ્પિટલમાં દાખલ 17 લોકોમાંથી છ ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે. ગૃહમંત્રી શેખ રશીદે પંજાબના મુખ્ય સચિવ અને આઇજીને રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. બચાવ દળ 1122ના અનુસાર, આ એક શક્તિશાળી વિસ્ફોટ હતો, જેણે આ વિસ્તારમાં ઘણા મકાનો, દુકાન અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પોલીસના જણાવ્યાં અનુસાર, વિસ્ફોટમાં નજીકમાં પાર્ક કરેલી એક રિક્ષા અને મોટરસાયકલો સંપૂર્ણ નાશ પામી હતી અને વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે તે દૂરથી સંભળાયો હતો. વિસ્ફોટથી ઘટનાસ્થળ પર અફવા ફેલાઇ હતી કે સઈદ ઘરમાં હાજર હતો. સઇદ (71) આતંકી ધિરાણના કેસમાં લાહોર ખાતે કોટ લખપત જેલમાં સજા ભોગવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *