માંડવીના તડકેશ્વર ગામે ધોધમાર પડેલા વરસાદી પાણીથી ગામની સીમમાં આવેલા દુધેરી વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં વરસાદી પાણી લો-લેવલ થતાં ખાડીના પુલ ઉપર પાણી ફરી વળતાં ત્યાંથી ટ્રેક્ટર નં.(જીજે-૦૫-એએ-૪૫૯૮) લઈ પસાર થતાં પાણીના પ્રવાહમાં ટ્રેકટર એક સાઈડ ઉપર ખેંચાઈ જતાં ટ્રેક્ટરની પાછળ બેઠેલો યુવાન અબ્દુલ સમદ મોહમદ જાદવત (ઉં.વ.૩૫) (રહે.,તડકેશ્વર, ફલાહી મસ્જિદ ફળિયું, તા.માંડવી) ગભરાઈ જતાં જીવ બચાવવા ખાડીના પાણીમાં છલાંગ મારી હતી. આથી તણાઈ ગયા બાદ શુક્વારે સવારે લાશ મળી હતી. જેને તડકેશ્વર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. કરાવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. લાશનો કબજો તેના વાલી વારસોને સોંપાયો હતો.
Related Articles
ડાંગરના ભૂખરા તડતડિયાના ઉપદ્રવથી બચાવવા આ ખાસ વાંચો
નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા આજે ઓલપાડ તાલુકાના બરબોધન ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ડાંગર પાકના ઘણા ખેતરોમાં ડાંગરના ભૂખરા તથા લીલા તડતડિયાનો વ્યાપક પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળ્યો છે. અમુક જગ્યાએ આખા ખેતરોમાં આ જીવાતના ઉપદ્રવથી પાકનું નુકસાન થયું છે. આ તડતડિયા ખુબ નુકસાન કરતી જીવાત […]
ઓલપાડમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસ અગ્રણી અને પોલીસ વચ્ચે બોલાચાલી
ઓલપાડમાં કૃષિ કાયદાના વિરોધમાં સોમવારે ભારત બંધ આંદોલનમાં જોડાયેલા ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો કાર્યક્રમની શરૂઆત પહેલાં જ પોલીસે અટકાયત કરતાં પોલીસ અને ખેડૂત સમાજના આગેવાનો સાથે રકઝક થઈ હતી. અટકાયત થતાં ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં જ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. ખેડૂતવિરોધી કાળા કાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હોવાથી […]
કામરેજમાં લોકો પર હુમલો કરતો વાનર ઝડપાઇ ગયો
કામરેજ ગામમાં છેલ્લા એક માસથી ગામમાં આતંક મચાવતા કપિરાજને આખરે ગામ લોકો અને વન વિભાગની ટીમે પાંજરે પૂરતાં ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો. કામરેજ તાલુકાના મુખ્ય ગામ એવા કામરેજમાં બજાર અને કોટેશ્વર ફળિયામાં છેલ્લા એક મહિનાથી એક કપિરાજ અવરજવર કરી લોકોને માર મારતા હતા. લોકોને મારીને પાડી પણ દેતો હોવાની ફરિયાદ મળતાં ફોરેસ્ટર સુનીલ રાવલ તેમજ […]